મોરબી યાર્ડમાં જે ખેડૂતોનો કપાસ બળી ગયો તેને તાત્કાલિક વળતર આપો: કે.ડી.બાવરવા
દિવાળી પહેલા ગેસના ભાવની હોળી: મોરબીના સિરામિકમાં વપરાતા ગેસના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો ઝીકયો
SHARE
દિવાળી પહેલા ગેસના ભાવની હોળી: મોરબીના સિરામિકમાં વપરાતા ગેસના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો ઝીકયો
મોરબીમાં ઉદ્યોગકારોને ગેસના ભાવમાં વધારાનો ડામ આપવામાં આવેલ છે અને 1 નવેમ્બરે રાતે 12 વાગ્યેથી ગુજરાત ગેસ (GUJARAT GES) કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો કરવામાં આવેલ છે અને ટેક્સ સાથે હવે અહીના ઉધ્યોગકારોને પ્રતિ ક્યુબિક મીટર ગેસના 62.96 રૂપિયા ચૂકવવા પડશે અને આ ભાવ વધારા પછી મોરબીના વિલા ટાઇલ્સ ઘણા કારખાના બંધ થાય તેવી શકયતા છે કેમ કે, જે ભાવ વધારો કરેલ છે તે સિરામિક ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે સહકાર આપવામાં આવે તેવી અહીના ઉદ્યોગકારોની લાગણી અને માંગણી છે
મોરબીના સિરામિક (CERAMIC) ઉધોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગેસ કંપની દ્વારા સતત અને રાતોરાત વધારો કરવામાં આવી રહ્યો છે જેથી સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓ સતત વધી રહી છે કેમ કે, મોટાભાગના ઉદ્યોગકારો એડવાન્સમાં ઓર્ડર લઈને વેપારીઓને માલ પૂરો પડતા હોય છે જેથી એડવાન્સમાં લેવામાં આવેલા ઓર્ડર ગેસના જુના ભાવ પ્રમાણે ટાઈલ્સની પડતર કીમત નક્કી કરીને લેવામાં આવ્યા હોય છે ત્યાર બાદ અચાનક જ ગેસના ભાવમાં વધારો ઝીકી દેવામાં આવતા ઉદ્યોગકારોને નફો તો દૂરની વાત છે ખોટ ખાઈને વેપાર કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા હાલમાં એમજીઓ અને નોન એમજીઓથી જે ગેસ મેળવવામાં આવે છે તેના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ટેક્સ સાથે તે ભાવ વધારો થઈને ઉદ્યોગકારોને પ્રતિ કયુબિક મીટર ગેસ 62.96 રૂપિયા જેટલા ભાવથી આપવામાં આવશે અને જે ઉદ્યોગકારો કરાર વગર ગેસ લઈ રહયા છે તેને પ્રતિ કયુબિક મીટર ગેસના 66 રૂપિયા ચુકવવાના રહેશે
હજુ થો સમય પહેલા જ ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં 10.15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હાલમાં 11.66 રૂપિયાનો ભાવ વધારો કરવા માટે ઈમેલ થી ગેસ કંપનીએ ઉદ્યોગકારોને જાણ કરી દીધેલ છે અને આ ભાવ વધારો સહન થઈ શકે તેમ ન હોવાથી ઘણા કારખાના આગામી પહેલી તારીખથી બંધ કરવામાં આવે તેઓ નવાઈ નથી અને છેલ્લાભાવ વધારાના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર 200 કરોડથી વધુનું ભારણ વધી જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી છેલ્લા વર્ષોમાં વિશ્વ કક્ષાનો મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદી અને મોંઘવારી સહિત કોરોના પછી પણ અડીખમ ઉભો છે જો કે, ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે જે સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે