મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

માળીયા(મી.) ના બગસરાથી વવાણીયાને જોડતા નવા રોડમાં મસ મોટા ખાડા લોકોએ બુર્યા


SHARE













માળીયા(મી.) ના બગસરાથી વવાણીયાને જોડતા નવા રોડમાં મસ મોટા ખાડા લોકોએ બુર્યા

માળીયા(મી.) તાલુકાના બગસરાથી વવાણીયાને જોડતો નવો રોડમાં ખાઈ અને મસ મોટા ખાડા પડતા અને તાજેતરમાં નવા  રોડ અને નાલા બનાવવાનુ અમુક કામગીરી હજી બાકી હોય ત્યારે બગસરા નજીક તળાવની બાજુમાં બનાવેલ નવા નાલા પાસે જીવલેણ મોટી ખાઈ અને ખાડા પડેલ હતો અને નાલા સાઈડમાં રોડની નબળી અને ગુણવતા વગરના રસ્તા બનાવેલ હોય જેથી નાના મોટા વાહનોને અકસ્માત થવાની ભીતી હોય  જેથી ગામ લોકો અને બહારથી આવતા વાહનો છેલ્લા ૫ થી ૬ દિવસથી ગામના અગ્રણીને આ વાત કરીને ખાડો બુરાવો જેથી ગામ પંચાયત અગ્રણી દ્વારા તલાટીમંત્રીને ફોન કરતા અને લાગુ પડતાં તંત્રના અધિકારીને ફોન કરી તેમજ નવા રોડના કોન્ટ્રાકટરને જાણ કરી હતી પણ એક બીજા ખોખો દા રમીને કહેતા કે આ અમારા વિભાગમાં ન આવે પણ ગામ સ્થાનિક લોકો તેમજ ગામમાં આવતા લોકો માટે આ રોડ ઉપર ખાઈ અને ખાડાથી વાહનને તેમજ કદાચ કોકનો જીવ જાય હિસાબે થઈ જાત તો જવાબદારી કોની થાત ? જેથી કંટાળીને બગસરા ગામ યુવાનો અને ગામ પંચાયતના હોદ્દેદારો દ્વારા આ ખાઈ અને ખાડાને જાત મહેનત, જીન્દા બાદ સાઈટમાં પડેલી માટી નાખી જાતે બુરવા મજબૂર બન્યા હતા અને કામગીરી કરવામાં આવી હતી.




Latest News