મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રોજગારી માટે પાંચ દિવસ પહેલા આવેલા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE









મોરબી જીલ્લામાં રોજગારી માટે પાંચ દિવસ પહેલા આવેલા યુવાને અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા યુવાનને અહીંયા ગમતું ન હતું જેથી કરીને તેને વતનમાં પરત જવું હતું દરમિયાન તેણે લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજયકુમાર અમીનસિંહ યાદવ (18) નામના યુવાને રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટર મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ એ.આર. બેરાણી ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાન પાંચેક દિવસ પહેલા જ તેના વતનમાંથી અહી રોજગારી માટે આવ્યો હતો જો કે તેને અહીંયા ગમતું ન હતું અને તેને વતનમાં પાછું જવું હતું દરમિયાન તેણે આ અંતિમ પગલું ભરી લીધેલ છે. તેવું તેની સાથે રહેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ખાખરાળા ગામે રહેતા સતિષભાઈ માવજીભાઈ વણોલ (29) નામનો યુવાન મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણબાગ નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક બોલેરો ગાડી સાથે અથડાતા અકસ્માત થયો હતો. જે બનાવમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

રાજકોટની બેડી ચોકડી પાસે રહેતા નરેશ નારણભાઈ સીતાપરા (23) નામનો યુવાન મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ 25 વારીયા નજીક હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગેવાની કાર્યવાહી હાથ ધરી છે




Latest News