મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ PhD પૂર્ણ કર્યું
મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ
SHARE









મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ
તાજેતરમાં પર્યુષણ પર્વ પૂર્ણ થયેલ છે અને દર વર્ષે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. આજે પ.પૂ. બોધિદર્શન વિજયજી તથા સાધ્વીજી મહારાજની આગેવાન હાજરીમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા દેરાસરેથી ચાંદીની પાલખીમાં ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા અને મોરબીના ગ્રીન ચોક, નાગર દરવાજા ચોક, સરદાર રોડ, સવાસર પ્લોટ થઈને આ નગરયાત્રા મોરબીના શનાળા રોડે આવેલ જૈન દેરાસરે પહોચી હતી અને મોરબી દરબારગઢ સંઘ દ્વારા આ શોભાયાત્રાનું આયાઓજ્ન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પારણાનો લ્હાવો શાહ પરિવારે, પાલખીનો લ્હાવો અજમેરા પરિવારે અને સારથીનો લ્હાવો સોલાણી અને વોરા પરિવારે લીધો હતો. તેવું સંઘના ટ્રસ્ટી ભાવેશભાઈ દોશી પાસેથી જાણવા મળેલ છે
