હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક સિટી નજીકથી બીયરના 6 ટીન સાથે એક પકડાયો


SHARE













મોરબીમાં સિરામિક સિટી નજીકથી બીયરના 6 ટીન સાથે એક પકડાયો

મોરબીમાં સિરામિક સીટી પાસે આવેલ પાનની દુકાન નજીકથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી બીયરના છ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે લાલપર નજીક આવેલ સીરામીક સીટી પાસે હરિઓમ પાન સામેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બીયર ના છ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રફિકભાઈ મામદભાઈ ચાનીયા (25) રહે. સોઓરડી જારીયા પાનની સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આ શખ્સ પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના નેશનલ હાઇવે રોડ ઉપર ટિંબડી ગામ નજીક આવેલ ન્યુ રામેશ્વર વેબ બ્રિજ સામે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે તાલુકા પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 230 ની રોકડ કબજે કરી હતી અને આરોપી સલીમભાઈ ઇશાકભાઈ શેખફકીર (28) રહે. કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News