મોરબીના મકનસર નજીક મચ્છુ ડેમમાં ન્હાવા ગયેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબીમાં દુકાને બેઠેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત   હળવદના બુટવડા ગામે ગળાફાંસો ખાઈને પરણીતાએ કર્યો આપઘાત ટંકારાના ધૂનડા(ખા)થી રસનાળ તરફ જતાં રસ્તા ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત હળવદ પાલિકાના કર્મચારીને પાણી પ્રશ્ને ચેરમેને સ્ટીલની લાકડી વડે માર માર્યો મોરબી સહિત ગુજરાતના ખેડૂતોને વીજપોલ સામે વધુમાં વધુ વળતર મળે તે માટે ગાંધીનગર અને દિલ્હી સુધી જવાની રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને ખાતરી મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી મોરબી જિલ્લામાં રોજગાર ભરતી મેળા યુવાનો માટે બન્યા રોજગારીનું માધ્યમ; મનપસંદ ક્ષેત્રમાં નોકરી મેળવી યુવાધન બન્યું સ્વનિર્ભર
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામ નજીક ડમ્પર પાછળ કાર અથડાતા યુવાનનુ મોત


SHARE











મોરબીના આંદરણા ગામ નજીક ડમ્પર પાછળ કાર અથડાતા યુવાનનુ મોત

રફાળેશ્વર અને ત્રાજપર ચોકડી પાસે મારામારીમાં બે ઘાયલ

મોરબીના હળવદ રોડ આંદરણા ગામની પાસે આવેલ હોટલની સામે અકસ્માત સર્જાયો હતો જેમા મૂળ યુપીના યુવાનનુ મોત નીપજયુ હતુ. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુળ ઉતરપ્રદેશના કાનપુર તા. બીધનીના ટીકરમભાઈ ગામના અને હાલમાં હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામે ગેલકૃપા હોટલ ખાતે રહેતા શ્યામચંદ્ર કૈલાષભાઈ યાદવ (ઉં.35)  નામના યુવાનનુ ગત તા.9-9ના સાંજના પાંચેક વાગ્યે અકસ્માત બનાવમાં મોત નીપજયુ હતુ.

આંદરણા ગામે ગેલકૃપાની સામેથી શ્યામચંદ્ર યાદવ તેની વેગનઆર યુપી-78-એફ 2808 લઈને જતો હતો ત્યારે ગેલકૃપા હોટલની સામે આગળ જતા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા કાર પાછળના ભાગે ઘુસી ગઈ હતી. જેથી ગંભીર ઈજાઓ થવાથી શ્યામચંદ્ર યાદવનુ મોત નીપજયુ હતુ. તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચરે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા
રફાળેશ્વર ગામે રહેતા શાંતિલાલ સાંકેત (ઉં.40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સીવીલે ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરાયેલ છે.બીજો બનાવ સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે બન્યો હતો. જેમા અજાણ્યા ઈસમે માર મારતા લીલાપર ગામે રહેતા બીરજુભાઈ ભરતભાઈ ટાટી (ઉં.50) ને સારવારમાં ખસેડાયા હતા.બી ડીવીઝનના હિતેષભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માત
મોરબીના રહેવાસી નુરઅલી સલીમભાઈ નોતિયાર (ઉં.24) નામનો યુવાન મકનસર જતો હતો ત્યારે રસ્તામાં મકનસર ગામે આવેલ મનોજ પાનની સામે તેનુ મોટરસાયકલ સ્લીપ થઈ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News