મોરબીના જેતપર ખાતે ૧૭ સપ્ટેમ્બરના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
SHARE









મોરબીના જેતપર ખાતે ૧૭ સપ્ટેમ્બરના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
મોરબી જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ૧૭ સપ્ટેમ્બર ના રોજ મોરબી તાલુકામાં જેતપર ગામે જેતપર કુમાર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે.
રાજય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઇ સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ (ગ્રામ્ય) દસમો તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે મોરબી તાલુકામાં તા.૧૭ ના રોજ કુમાર પ્રાથમિક શાળા, જેતપર, તા.મોરબી ખાતે સવારના ૦૯:૦૦ થી ૦૫.૦૦ કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે.
જેમાં રાપર, નારણકા, સનાળા (તળાવીયા), સોખડા, અમરેલી, પીલુડી, અણીયારી, વનાળીયા, ઝીંકીયાળી, બહાદુરગઢ, સાપર, વાઘપર, જેતપર, ગોર ખીજડીયા, ખરેડા, નવા નાગડાવાસ, જસમતગઢ, ગુંગણ, જીવાપર ચકમપર, જેપુર, વાંકડા, જુના નાગડાવાસ, રંગપર, ગાળા, ચકમપર,નાની વાવડી, આંદરણા, રવાપર નદી, બેલા રંગપર ગામોનો સેવા સેતુ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવેલ છે.
આ સિવાય તા.૮/૧૦/૨૦૨૪ ના રોજ લાલપર ગામ ખાતે તથા તા.૨૨/૧૦/૨૦૨૪ નાં રોજ આમરણ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાવામાં આવનાર છે. જે અંતર્ગત આજુબાજુનાં ગામનાં લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે તે માટે તમામ જાહેર જનતાને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
