મોરબી-માળીયા (મી) શહેરમાંથી દેશી બનાવટના એક-એક તમંચા સાથે બે શખ્સની ધરપકડ
SHARE









મોરબી-માળીયા (મી) શહેરમાંથી દેશી બનાવટના એક-એક તમંચા સાથે બે શખ્સની ધરપકડ
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં પોલીસ ચોકી પાસેથી તેમજ માળિયા શહેરમાં આવેલ વાગડીયા ઝાપા પાસેથી સ્થાનિક પોલીસ દ્વારા દેશી બનાવટના એક એક તમંચા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને આ બંને શખ્સોની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયાના વાગડિયા ઝાંપા પાસે આવેલ ગેબનશાપીરની દરગાહ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 5,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી લતીફ હૈદરભાઈ કાજેડીયા જાતે મિયાણા (32) રહે. સરકારી હોસ્પિટલની પાછળ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે આવી જ રીતે મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર આવેલ વીસીપરાની પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સિકંદર હમરૂદીન કટીયા જાતે મિયાણા (24) રહે. કુલીનગર-2 વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મસ એકટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
