મોરબીના ઊંચી માંડલ પાસે બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા ટ્રક ટ્રેઇલરના ચાલક સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીના ઊંચી માંડલ પાસે બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા ટ્રક ટ્રેઇલરના ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે ગઈકાલે સાંજના સમયે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં મજૂરી કામ ઉપરથી પરત બાઈક ઉપર ઘરે જઈ રહેલા નાની વાવડી ગામે રહેતા યુવાનના બાઇકને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઘટના સ્થળે જ કડિયા યુવાનનું મોત નિપજયુ હતું.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાય છે.
જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના લાલપુર પાસે સેકટર-૧૯ બીલ્ડીંગ-૧૯ રીલાયન્સ ગ્રીન મોટી ખાવડી ખાતે રહેતા નિખીલભાઇ છગનભાઇ ટાંક જાતે કડીયા (24)એ હાલમાં અજાણ્યા ટ્રક ટ્રેઇલર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નાની વાવડી ગામે રહેતો તેનો ભાઈ હર્ષદભાઈ ઉર્ફે હાર્દિક છગનભાઈ ટાંક જાતે કડિયા (22) તેનું મોટરસાયકલ લઈને મજૂરી કામ પૂરું કરીને નીચી માંડલ ઇટાલસ સીરામીક નામના કારખાનેથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે ઉંચી માંડલ ગામ પાસે તેના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના ભાઈને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નિપજયુ હતું. આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ટ્રક ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
