મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

હળવદમાં કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો અંતે મૃતદેહ જ મળ્યો


SHARE









હળવદમાં કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો અંતે મૃતદેહ જ મળ્યો

હળવદના ખારી વાળી વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાનનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવવાની હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના ખારી વાળી વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ દયારામભાઈ ચાવડા (ઉંમર વર્ષ 19) નામના યુવાનનો હળવદમાં આવેલ પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાન ગઈકાલે બાઇક લઈને નીકળી ગયા બાદ ગુમ થઈ ગયો હતો જેથી કરીને તેને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી દરમિયાનમાં તેનો મૃતદેહ નર્મદાની કેનાલ માંથી મળી આવતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસે તે અંગેની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.




Latest News