મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લામાં ભીંતચિત્રોથી સ્વચ્છતાના રંગે રંગાયા મોરબી, હળવદ, વાંકાનેર સહિતના શહેરો


SHARE









મોરબીમાં જિલ્લામાં ભીંતચિત્રોથી સ્વચ્છતાના રંગે રંગાયા મોરબી, હળવદ, વાંકાનેર સહિતના શહેરો

સમગ્ર દેશ અને રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર અને હળવદ સહિતના શહેરોમાં જાહેર સ્થળોએ દીવાલો પર સ્વચ્છતાને લગતા સંદેશાઓ આપતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે.

હાલ મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશની સાથે લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતામાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘એક નયા સવેરા લાયેંગે, પૂરે ભારત કો સ્વચ્છ ઔર સુંદર બનાયેંગે’, સેવ વોટર સેવ લાઈફ – જલ હી જીવન કા આધાર હૈ, જલ કે બિના જીના નામુમકીન હૈ’, ‘કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખો’, ‘સાંભળો અમારા સૌની અરજ, સ્વચ્છતા છે સહિયારી ફરજ’, ‘મારું શહેર સ્વચ્છ શહેર’, ‘સ્વચ્છ સર્વેક્ષણ’, ‘એક પગલું સ્વચ્છતા તરફ, સહિતના સંદેશાઓ સાથે મોરબી, વાંકાનેર તથા હળવદ સહિતના શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો, સરકારી વસાહતો તથા સુલભ સૌચાલયની દીવાલો પર રંગબેરંગી ચિત્રો બનાવી લોકોને સ્વચ્છતા માટે ભીંત ચિત્રો થકી જાગૃત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.




Latest News