મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?
300 કરોડનાં માતબર ખર્ચે 1400 રૂમમાં, 5000 નીરાધાર-બીમાર-પથારીવશ વડીલોનો સમાવેશ થાય તેવા સદભાવના વૃધ્ધાશ્રમના લાભર્થે 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે
SHARE









300 કરોડનાં માતબર ખર્ચે 1400 રૂમમાં, 5000 નીરાધાર-બીમાર-પથારીવશ વડીલોનો સમાવેશ થાય તેવા સદભાવના વૃધ્ધાશ્રમના લાભર્થે 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર પૂ. મોરારિબાપુની રામકથા યોજાશે
Ø 12 વર્ષ પછી રાજકોટમાં પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાશે : દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ અને ભોજન-પ્રસાદનો લાભ લેશે.
Ø અનાથ, નિરાધાર, જેનું કોઈ નથી એવા વૃદ્ધોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છે. – પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી
Ø રાજકોટ બનશે રામકોટ, રાજકોટમાં સર્જાશે અયોધ્યા
Ø 300 કરોડનાં માતબર ખર્ચે 1400 રૂમમાં, 5000 નીરાધાર-બીમાર-પથારીવશ વડીલોનો સમાવેશ કરશે સદભાવના વૃધ્ધાશ્રમનું નવું પરિસર.
Ø વૃક્ષો અને વડીલોના લાભાર્થે પૂ.મોરારિબાપુ કરશે રામકથા
Ø કથામાં વિદેશથી પણ દસ હજાર વૈશ્વિક રામકથાપ્રેમીઓ આવશે.તૈયારીઓને અપાતો આખરી ઓપ
Ø ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં આયોજિત
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.વૈશ્વિક રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.
નિમિત આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ અને સુંદર વ્યવસ્થા કરવાનું આયોજન શરૂ થઇ ગયું છે. આ સાથે અલગ- અલગ સમિતિના સ્વયંસેવકોએ પોતાની જવાબદારી ખુબજ કાળજી પૂર્વક નિભાવી આ પ્રસંગને એક ભવ્યાતિભવ્ય ઉત્સવ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ કાર્યો માટે અલગ અલગ પ્રકારની સમિતિઓ જેવી કે પાર્કિંગ સમિતિ, મેડીકલ સમિતિ, સ્વચ્છતા સમિતિ, મંડપ ડેકોરેશન સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ તેમજ ઉતારાની ચા નાસ્તા સમિતિ બનાવવામાં આવી રહી છે.વૈશ્વિક રામકથા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ બૂક કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક રામકથા વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે તેમજ સૌ આબલ વૃધ્ધો માટે આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે.
રાજકોટમાં રેસકોર્સના આંગણે 23 નવેમ્બરથી આરંભ થઇ રહેલ આ ધર્મઉત્સવ સ્વરૂપ વૈશ્વિક રામકથાનું રસપાન કરવાનો અમુલ્ય લાભ વધુને વધુ લોકો લઈ શકે અને લાખો લોકો બેસીને કથા શ્રવણ કરી શકે તે માટે વિશાળ ડોમ (કથા મંડપ) બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. પરમ પૂજ્ય મોરારિબાપુની વ્યાસપીઠનું સંપૂર્ણ સ્ટેજ ડેકોરેશન મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખી કરવામાં આવશે. જે સમગ્ર કથા મંડપનું કેન્દ્ર બની રહેશે અને લાખો રામ ભક્તોને પૂ. મોરારિબાપુની કથામૃત વાણી સાંભળવાનો લાભ મળશે. વૈશ્વિક રામકથામાં શહેર, જીલ્લાના, રાજ્ય,દેશનાં સંતો, મહંતો, ભક્તો સહીત વિદેશી ભક્તો પણ ઉપસ્થિત રહેશે.
પૂ. મોરારિબાપુની અલૌકિક કથાનો રસપાન કરતા રામ ભક્તોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે પાથરણા ગાદલા, તકિયા, ખુરશી તેમજ પાણીની વ્યવસ્થા કરી તમામ પ્રકારની યોગ્ય ગોઠવણી કરવાનો પ્રયત્ન થશે.રામભક્તો અલૌકિક કથાનું રસપાન કરી શકે તે માટે અધ્યતન ઓડિયો, વીડિયો સિસ્ટમની ગોઠવણી કરવાનો પ્રયાસ થશે. આ ઉપરાંત કથા મંડપમાં દૂર બેસેલા ભક્તો પણ પૂજ્ય બાપુનાં સન્મુખ દર્શન કરી શકે અને શ્રોતાઓને કથા શ્રવણનો સંપૂર્ણ લાભ મળી રહે તે માટે કથા મંડપ વચ્ચે એલ.ઈ.ડી. સ્ક્રીનસ પણ લગાવામાં આવશે. કથા શરુ થાય તે પહેલા પૂજન અર્ચન કરીને પ્રભુ સાનિધ્યમાં કથા મંડપના પરિસરને વધુ પવિત્ર બનાવાશે.કથાની બેઠક વ્યવસ્થાના ધાર્મિક પરિસરને વધુ રસમય બનાવવા વિવિધ ધાર્મિક ખંડોને દશરથ ખંડ, રામ ખંડ, હનુમાન ખંડ, સીતા ખંડ, ભરત ખંડ, લક્ષ્મણ ખંડ, ઉર્મિલા ખંડ, અયોધ્યા ખંડ, કૈકૈયી ખંડ, અહલ્યા ખંડ, શબરી ખંડ વગેરે જેવા નામ આપી વિભાજીત કરવામાં આવેલ છે તેમ જ કથા શ્રાવકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. લાખો લોકો દરરોજ ભોજન પ્રસાદ લઇ શકે તે માટે અલાયદી ભોજન વ્યવસ્થા કરવામાં આવશે. બહેનો માટે જમવાની અલગ વ્યવસ્થા રાખવામાં આવશે. ખાદ્ય પદાર્થોની યોગ્ય ચકાસણી તેમજ સફાઈનું પૂરતું ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત ભોજનનો બગાડ ન થાય અને ભોજન ખંડમાં ગંદકી ન સર્જાય તે માટે સતત સફાઈની તકેદારી રાખવામાં આવશે. કથા શ્રવણ પૂર્ણ થયા બાદ શ્રોતાઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. કથા સ્થળ પર જ પ્રસાદ ઘરની ગોઠવણ કરવામાં આવશે જેમાં શ્રોતાઓ સાથે મહેમાનો અને સાધુ-સંતો, મહંતો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. સંતો-સાધુઓ, તમામ વર્ગ, તમામ તબક્કાના લોકો માં અન્નપુર્ણાની સેવાનો લાભ લેશે. રેસકોર્સ પરિસરમાં આશરે વિશાળ ભોજન ખંડ બનાવવામાં આવશે જેમાં આશરે 1 લાખ લોકો નું ભોજન બનાવવા માટેની રસોઈઘરની અલગ એવી વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે ખાદ્ય પદાર્થોની યોગ્ય ચકાસણી તેમજ સફાઈનું પૂરતું ધ્યાન આપવામાં આવશે.
કથાનું રસપાન કરતી વખતે શ્રોતાઓને કોઈ પણ જાતની મેડીકલ ઈમરજન્સી સર્જાય તો પણ તકલીફ ન પાડે તે માટે મેડીકલ સારવાર સમિતિ રચવામાં આવશે. કથા સ્થળે ડોક્ટરોની ટીમ દવાખાનાની વ્યવસ્થા સંભાળશે તેમ જ જરૂરી દવાઓ અને પ્રાથમિક સારવારને લગતા સાધનો ઉપલબ્ધ રહેશે. જો જરૂર જણાય તો કોઈને હોસ્પીટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ તથા ડ્રાઈવરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
કથા મંડપમાં આવવા જવાના માર્ગ પર કોઈ પણ મુશ્કેલી ન પડે અને ભક્તોને અવ્યવસ્થા ન સર્જાય તે માટે પ્રવેશદ્વાર પર સિક્યુરીટીની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. જે કથા મંડપ, વ્યાસપીઠ તેમજ સ્ટેજ વગેરેનું ધ્યાન રાખશે અને કથા સમય બાદ પણ અવ્યવસ્થા ન સર્જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગેની તકેદારી રખાશે. રાજકોટના વિવિધ સમાજના અગ્રણીઓ આ વિરાટ આયોજનને પોતાનું ગણીને કામે લાગી ગયા છે.
રેસકોર્સ મેદાનમાં અલગ વિભાગો પાડીને શ્રોતાઓના વાહનો રાખવા માટે પાર્કિંગની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં 2 વ્હીલર,3 વ્હીલર અને 4 વ્હીલર એમ જરૂરિયાત મુજબ ના અલગ અલગ પાર્કિંગની ગોઠવણ કરવામાં આવશે તેમજ વાહનો ના આવવા જવાના માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે અંગેની તકેદારી રાખી સંપૂર્ણ પાર્કિંગનો નકશો તૈયાર કરવામાં આવશે. ગ્રાઉન્ડમાં કથા મંડપની નજીક જ પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા તેમજ જરૂરિયાત મુજબના ઈલેક્ટ્રીક કનેક્શનની સગવડો કરી રામભક્તોની જરૂરિયાતોનું પૂરતૂ ધ્યાન આપવામાં આવશે. ફાયર સેફ્ટી ની પણ તકેદારી રખાશે. પૂ. મોરારિબાપુના આવવા જવાના માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તેમજ વાહનની સુરક્ષા જળવાઈ રહે, કોઈપણ જાતનો અવરોધ ન નડે તે માટે પાર્કિંગ કમિટી દ્વારા કાળજી લેવામાં આવશે. આ વિશાળ આયોજનમાં વિવિધ વિભાગો જેમાં મુખ્યત્વે રસોડાની સેવા, પાર્કિંગની સેવા, પાણીની સેવા, મંડપની સેવા, પોથી યાત્રા નીકળે તે અલગ અલગ પ્રકારની સેવાઓમાં કાર્યકર્તાઓ સહિત યુવાનો અને મહિલાઓ સેવા આપશે. આ સિવાય મહેમાનોના ઉતારા તથા તેમના ચા, નાસ્તા માટેની વ્યવસ્થા માટે અલગ સમિતિ બનાવવામાં આવશે.
સદભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીનાં વૈશ્વિક રામકથાના આયોજન અંગે આશીર્વાદ મેળવાયા છે. શારદાપીઠનાં શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીએ સમગ્ર આયોજનની રૂપરેખા જાણી ખુબ આનંદની અભિવ્યક્તિ કરી હતી તેમજ પર્યાવરણની અને વડીલોની સેવા અંગે પુનીત માર્ગદર્શન આપ્યું હતું. સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં ઉપસ્થિત રહેવા પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રીને આમંત્રણ પાઠવાયું છે. બાગેશ્વરધામનાં પંડીત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ રામકથાનાં આયોજનમાં નિમિત્ત આયોજકોને અભિનંદન આપ્યા છે. સ્વામી રામદેવ પતંજલિ યોગવિદ્યાપીઠનાં સ્થાપક છે. તેમનું મુખ્ય કાર્યાલય હરિદ્વારમાં આવેલું છે. યોગ ગુરુ બાબા રામદેવે યોગાસનને જનતામાં લોકપ્રિય બનાવવાનુ તેમજ આયુર્વેદિક ચિકિત્સા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું છે. સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં બાબા રામદેવ ખાસ હાજરી આપવાના છે. શાંતિકુંજ ગાયત્રી પરિવાર, હરિદ્વારના પ. પુ. ડો. ચિન્મયાનંદજી મહારાજને પણ રૂબરૂ આમંત્રણ પાઠવાયું છે અને તેઓ પણ ઉપસ્થિત રહેવાનાં છે. પૂ. મોરારિબાપુની રામકથામાં વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી ખાસ ઉપસ્થિત રહેશે.
તાજેતરમાં તલગાજરડા ખાતે પૂ. મોરારિબાપુને રૂબરૂ મળી વૈશ્વિક રામકથાનાં આયોજનની માઈક્રો ડીટેલ સદભાવના વૃદ્ધાશ્રમની ટીમે પૂ.બાપુને આપી હતી.
Ø વૈશ્વિક રામકથા સાથોસાથ સમાજોપયોગી અનેક સત્કર્મો કરવામાં આવશે. 'થેલેસેમીયા મુકત સમાજ' બની શકે તે માટે કથામાં, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, સમગ્રપણે નવેમ્બર મહિના દરમ્યાન 25,000 લોકો રક્તદાન કરશે. વૈશ્વિક રામકથા નિમિત્તે 1 નવેમ્બરથી રાજકોટની આસપાસના અલગ અલગ વિસ્તારો, કોલેજો વગેરે સ્થળોએ વૈશ્વિક રામકથાને નિમિત્ત બનાવીને રક્તદાન કેમ્પ યોજાશે. કથા સંગે, કથા પરિસર સ્થળે પણ રક્તદાન કેમ્પ યોજાશે. આખા ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેંકને આમંત્રણ આપી દર્દીનારાયણ, દરિદ્રનારાયણ, થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાનની ઝોળી છલકાવવાનો નિમિત્ત, પ્રયાસ છે.
Ø સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે.
Ø એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગ–સ્તરના આબાલ વૃધ્ધ, ગરીબ–તવંગર સૌ કથા શ્રાવકો માટે 'હરહીર' નું આયોજન
Ø તમામ લોકોને મેસેજ, આમંત્રણ, માહિતી પહોંચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી ૨૫ કિલોમીટર લાંબી એવી 'ભવ્ય આમંત્રણ રેલી'નું આયોજન કરાશે.
Ø વૈશ્વિક રામકથાનું કાર્યાલય શરુ થઇ ગયું છે. દરરોજ મીંટીગોનો ધમધમાટ, કાર્યોની વહેંચણી, માઈક્રો પ્લાનીંગ, પ્રચાર–પ્રસાર, સહિતનાં વિભાગો કાર્યરત છે.
Ø વૈશ્વિક રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુક્ત બનશે.
Ø ચક્ષુદાન, દેહદાન, અંગદાન,શાકાહાર,ગૌસેવા-જીવદયાનાંસંકલ્પ પત્રો લોકો ભરશે.
Ø વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવાનો પ્રત્યન થશે.
Ø પૂ. મોરારીબાપુની સમગ્રપણે 947 મી રામકથા યોજાશે.
વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે. પરિવારમાં જયારે વડીલ હોય ત્યારે માથા પર તેમની છત્રછાયા હોય તેવો અનુભવ થાય છે અને વૃક્ષો પણ છાયા આપે છે. આ કથાનું આયોજન વૃક્ષો અને વડીલો માટે કરવામાં આવ્યું છે. અગાઉ રાજકોટમાં મોરારી બાપુની સૌ પ્રથમ રામકથા 1976માં થઇ હતી ત્યારબાદ 1982, 1986 અને એ પછી 1998 માં માનસ મુદ્રિકા, 2007 માં માનસ વાલ્મિકી,2012 માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી.
સમગ્ર આયોજનને પ્રિન્ટ,ઈલેકટ્રોનીક, ડીજીટલ મીડીયાના પત્રકાર મિત્રો,તંત્રી સાહેબશ્રીઓ,પોલીસતંત્ર,રાજકોટ મહાનગરપાલીકા,સરકારી તંત્રો,કલેકટર કચેરી,જિલ્લા પંચાયત,પદાધિકારિઓ,અધિકારીઓ ઈત્યાદી,નામી-અનામી સૌનો સુંદર સહયોગ મળી રહયો છે.
સદભાવના વૃદ્ધાશ્રમનો પરિચય :
રાજકોટમાં છેલ્લા 8 વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં નિઃસંતાન, નિરાધાર, બીમાર 600 વૃદ્ધો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઇ રહ્યા છે.જેમાં 200 વડીલો તો સાવ પથારીવશ છે, ડાઇપર પર છે.વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. 30 એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. આ વૃદ્ધાશ્રમમાં 1400 રૂમ હશે. જેમાં દેશભરના 5000 પથારીવશ,નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ, જતનની પ્રવૃત્તિ પણ પૂરજોશમાં કરવામાં આવે છે. લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ- વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે. સમગ્રપણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે.
સામાજીક કે શારીરીક રીતે અશકત હોય તેવા કોઈપણ ઉંમરના વ્યકિતઓને સદભાવના વૃધ્ધાશ્રમ, નાતજાત કે ધર્મના ભેદભાવ વગર, હરખભેર આવકારે છે. જો કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત ધ્યાનમાં આવે,તો તેને સદભાવના વૃધ્ધાશ્રમ સુધી પહોંચાડી શકાય છે. નિસંતાન, નિરાધાર, અપરિણત અને પથારીવશ વડિલો જયારે પોતાનાં રહયાં સહયાં જીવનને અભિશાપ ગણતા, દિવસો વિતાવતા હોય, તેવા એકલવાયા લોકો સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારના સભ્ય બન્યા પછી આયખાંના બાકી રહેલા દિવસો સુખ–શાંતિ અને હર્ષથી વિતાવતા, ચહેરા પર સ્મિત ધારણ કરેલા જોવા મળે છે. જે સદભાવના વૃધ્ધાશ્રમ માટે સંતોષની ચરમસીમા સમું દૃશ્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર,400 ટ્રેક્ટર અને 1600 માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો સંસ્થાનો ધ્યેય છે. ગુગલ મેપ પરથી જયારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાવું જોઈએ.
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ પર શ્વાન આશ્રમ પણ ચલાવવામાં આવે છે જેમાં માનવ મિત્ર અને માનવ વફાદાર એવા બિમાર, અંધ, અપંગ,અને લાચાર 150 શ્વાનોને જીવનપર્યં<
