ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજના અદ્યતન શૈક્ષણિક ભવન માટે જમીનની મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરાઇ


SHARE













ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજના અદ્યતન શૈક્ષણિક ભવન માટે જમીનની મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરાઇ

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનશે. તેના માટે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજય મંત્રી બચુભાઈ ખાબડની આગેવાની હેઠળ મુખ્યમંત્રીને જગ્યા ફાળવવા માટેની સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શૈક્ષણિક ભવનના નિર્માણ માટે સરકાર તરફથી મળતા તમામ લાભો આપવા અને ટ્રસ્ટને જમીન વહેલી તકે મળે તેમ જણાવ્યુ છે

ગાંધીનગર-અમદાવાદ વચ્ચે સમસ્ત કોળી સમાજનું અદ્યતન શૈક્ષણિક ભવન બનાવવા માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ સમસ્ત કોળી સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાની હેઠળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ગુજરાતભરમાંથી આવેલા સમાજના આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

રાજયમાં સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને ઉચ્ચ અભ્યાસ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, યોગ્ય માર્ગદર્શનના અભાવે અધવચ્ચે શૈક્ષણીક કાર્ય છોડી દેવો પડે છે

સમાજના યુવાનો ઉચ્ચ અભ્યાસ કરી પગભર થાય તેવા હેતુસર ટ્રસ્ટના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા પોતે શિક્ષક તરીકે વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને દુર કરવાનો નિર્ધાર કરી શૈક્ષણિક ક્ષેત્રે સમસ્ત કોળી સમાજના યુવક/યુવતીઓને શીક્ષણની સારામાં સારી સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ સાથે સમાજના લોકો સમક્ષ એક વિચાર રજુ કર્યા હતો જેતે સમાજના દરેક આગેવાનોએ સ્વીકાર કરી તમામ આર્થિક મદદ પુરી પાડવા આહવાન કર્યું હતું.

સમાજના આગેવાનો અને વડીલોએ પોતાના સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટેની જાગૃતી બતાવતા અદ્યતન ભવનના નિર્માણ માટે જમીન ફાળવવા રાજયના મુખ્યમંત્રી સમક્ષ માંગણી રજુ કરવામાં આવી હતી આ સમય દરમ્યાન રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજયકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની આગેવાનીમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભી-ધંધુકા, પુર્વ સંસદસભ્ય (રાજયસભા) શંકરભાઈ વેગડ, પુર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, પુર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારૈયા, પુર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર તેમજ અખીલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ ચંદવદન પીઠાવાલા અને મહીલા અધ્યક્ષ જીજ્ઞાસાબેન મેર દ્વારા અભિયાનના ભાગ રૂપે માંગણી રજુ કરવામાં આવી હતી.

સમાજના આગેવાનો દ્વારા રજુ કરવામાં આવેલ માંગણીને ધ્યાને લઈ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શૈક્ષણિક ભવનના નિર્માણ માટે સરકાર તરફથી મળતા તમામ લાભો આપવા અને ટ્રસ્ટને જમીન વહેલી તકે મળે તેમ જણાવતા હાજર આગેવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યા હતો.






Latest News