મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે માતાના મઢ જતાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ


SHARE









મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે માતાના મઢ જતાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ

મોરબીના મકનસર પાસે આવેલ હેડ કવાર્ટર પાસે આવેલ મેલડી માતાજીનાં મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી માતાના મઢે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં માહિતી આપતા ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યું હતું કે, મકનસર પાસે આવેલ હેડ કવાર્ટર ખાતે વણઝારાની મેલડી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં ગામ લોકો દ્વારા છેલ્લા 19 વર્ષથી પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લા પોલીસ પણ તેમાં જોડાઇ છે અને આ વર્ષે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે અને એક સાથે 250 જેટલા પદયાત્રીઓ ત્યાં આરામ કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલ છે. આ કેમ્પ શરૂ કરવામાં આવેલ હતો ત્યારે મેલડી માતાજી અને મહાદેવના મંદિરે મહા આરતી રાખવામા આવી હતી જેમાં ડીવાયએસપી પી.એ. ઝાલા તેમજ પીઆઇ એસ.એમ. ચૌહાણ, હકૂમતસિંહ એ. જાડેજા, એન.એ.વસાવા, એન.આર. મકવાણા સહિતના અધિકારી અને પોલીસ જવાનો તેમના પરિવાર સાથે ત્યાં હાજર રહ્યા હતા.




Latest News