ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

કચ્છના મોમઇ મોરાથી દર્શન કરીને પરત આવતા હળવદના ત્રણ યુવાનને નડ્યો અકસ્માત: ટ્રકનું વ્હીલ ફરી જતાં એક યુવાનનું મોત


SHARE





કચ્છના મોમઇ મોરાથી દર્શન કરીને પરત આવતા હળવદના ત્રણ યુવાનને નડ્યો અકસ્માત: ટ્રકનું વ્હીલ ફરી જતાં એક યુવાનનું મોત

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર રેલવે ઓવર બ્રિજ ઉપરથી મોમઇ મોરા માતાજીનાં દર્શન કરીને પરત આવી રહેલા ત્રણ યુવાન ત્રીપલ સવારી બાઈકમાં જઇ રહ્યા હતા તે ત્રિપલ સવારી બાઈક આગળ જતા ટ્રકમાં અથડાય નહીં તે માટે થઈને બાઈકના ચાલકે બ્રેક મારી હતી અને બાઈક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું ત્યારે બાઈક ઉપરથી ત્રણેય યુવાન રસ્તા ઉપર નીચે પટકાયા હતા ત્યારે પાછળથી આવી રહેલ ટ્રકના ચાલકે ત્રણ પૈકીના એક યુવાનના માથાના ભાગ ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દેતા તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, અન્ય બે યુવાનોને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અજાણ્યા ટ્રક ચાલક સામે હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ભવાની ઢોરો લાંબી ડેરી વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ પોપટભાઈ ચૌહાણ (22) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરિપર ગામ પાસેના રેલવે ઓવરબ્રિજ ઉપરથી તેઓ બાબુભાઈ ભીમાભાઇ ચૌહાણ (24) રહે. લાંબી ડેરી વિસ્તાર હળવદ વાળાના બાઈક નંબર જીજે 36 એએચ 5078 માં હળવદ તરફ આવી રહ્યા હતા દરમ્યાન આગળ જતા ટ્રકમાં તેઓનું ત્રીપલ સવારી બાઈક અથડાય નહીં તે માટે થઈને બાબુભાઈએ બાઈકને બ્રેક મારી હતી અને ત્યારે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલ ફરિયાદી તેમજ બાબુભાઈ ભીમાભાઇ ચૌહાણ અને રામાભાઇ બાબુભાઈ ચૌહાણ (19) નામના ત્રણેય યુવાનો રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ત્યારે પાછળના ભાગમાંથી આવી રહેલ અજાણ્યા ટ્રકના ચાલકે તેના વહાણનું ટાયર બાબુભાઈ ભીમાભાઇ ચૌહાણના માથાના ભાગ ઉપરથી ફેરવી દેતા તેને ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

આ બનાવમાં ફરિયાદી વિક્રમભાઈ ચૌહાણ તથા રામભાઈ ચૌહાણને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવ બાદ ટ્રક ચાલક પોતાના હવાલા વાળો ટ્રક લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી હાલમાં વિક્રમભાઈ ચૌહાણએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં ભોગ બનેલા યુવાનના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદથી મોમાઈ મોરા દર્શન કરવા માટે થઈને મૃતક બાબુભાઈ ચૌહાણ સહિતના સાત મિત્રો ગયા હતા જેમાંથી છ પગપાળા હતા અને સામાન રાખવા માટે એક બાઇક સાથે લીધું હતું અને મોમાઈ મોરા ખાતે દર્શન કરીને તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે સાત પૈકીના ચાર વ્યક્તિઓ અન્ય વાહનમાં બેસી ગયા હતા જોકે, ત્રણ યુવાનો બાઈક ઉપર મોમાઈ મોરાથી પરત હળવદ જઈ રહ્યા હતા ત્યારે માળીયા નજીક જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ પૈકીના એક યુવાનનું મોત નિપજ્યું છે. 




Latest News