ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો


SHARE







મોરબીના હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ, નિ:શુલ્ક સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

નિયામક આયુષની કચેરી-ગાંધીનગરની સુચના અન્વયે જિલ્લા આયુર્વેદ અધિકારી-મોરબીના માર્ગદર્શન હેઠળ તા૨-૧૧ ના રોજ છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની ઉજવણી અંતર્ગત ધન્વન્તરિ જયંતી (ધનતેરસ) ના શુભ દિવસે સરકારી આયુર્વેદ દવાખાનું હળવદ ખાતે ધન્વંતરિ યજ્ઞ તેમજ નિ:શુલ્ક સર્વરોગ આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કેમ્પમાં હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. ધન્વંતરી પ્રાગટ્ય દિન નિમિતે ધન્વંતરી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છઠ્ઠા “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” ની થીમ “આયુર્વેદ ફોર પોષણ” અંતર્ગત વિવિધ આરોગ્યવર્ધક વાનગીઓનું પોસ્ટર પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ.દિનચર્યા, રૂતુચર્યા, વિરૂધ્ધઆહાર, આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓ, યોગનુ મહત્વ તથા યોગાભ્યાસ વગેરે અલગ અલગ વિષયોની સમજણ આપવામાં આવી હતી.

વિવિધ આયુર્વેદ ઔષધિઓનુ પ્રદર્શન-તથા હર્બલ ગાર્ડનમાં ઉપલબ્ધ વનસ્પતિઓની લોકોને સમજ આપવામાં આવી હતી.૦ થી ૫ વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા તેમજ હરસ, મસા, ભગંદર જેવા રોગોમાં અસરકારક આયુર્વેદ સારવાર આપવામાં આવી સાંધાના દુખાવાના દર્દીઓ માટે અગ્નિકર્મ ચિકિત્સા આપવામાં આવી તેમજ હોમીયોપેથી સારવાર આપવામાં આવી હતી. સ્વાસ્થ્યવર્ધક આયુર્વેદ પીણુ “હર્બલ ડ્રીંક” નુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. રૂતુજન્ય રોગચાળા સામે રક્ષણ આપતા ડ્રાય ઉકાળા તથા સંશમની વટીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.૧૨૫૦ જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો તેમ વૈદ્ય પ્રવિણ વડાવિયા (જિલ્લા આયુર્વેદ અધિકારી) એ યાદીમાં જણાવેલ છે.






Latest News