વાંકાનેર પાસેથી દારૂનો મોટો જથ્થો હંમેશાં બહારની પોલીસ જ ઝડપે છે ! સ્થાનિક પોલીસ નિંદ્રાધીન ?
વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય
SHARE









વાંકાનેરનાં પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરની હનુમાન શેરીમાં આવેલ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે ધનતેરસનાં દિવસે દર્શનનું વેપારીઓમાં વિશેષ મહાત્મ્ય રહેલું હોય આજ ધનતેરસના દિવસે વેપારીઓ તેમજ શહેરીજનોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.
વાંકાનેરનાં આ મંદિરમાં "માગધી લિપિ" માં લખેલો શિલાલેખ મળી આવેલ છે.જે લિપિનું આશરે ૪૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વ હતું.આથી આ મંદિર પૌરાણિક મંદિર હોવાનું મનાય છે.આથી આ મંદિર વિશેષ ધાર્મિક મહાત્મ્ય ધરાવે છે.ધન તેરસ તથા દિવાળીનાં દિવસે ચોપડા પૂજન બાદ પૂજન કરેલ પડો, સાકર જેવી ચીજ વસ્તુઓ વેપારીઓ અહીં અર્પણ કરે છે.જે વર્ષો જુની પરંપરા છે. આજે ધનતેરસ નિમિતે પણ દુકાનો અને ઘરમાં ધનની પૂજન વિધિ કરી વેપારીઓ શહેરીજનો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.સ્વ.નટુભાઈ દવેએ દાતાઓનાં સહયોગથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને ઘણા વર્ષો સુધી આ મંદિરમાં સેવા આપી હતી.હાલ લાભૂબેન ગોસ્વામી આ મંદિરમાં પૂજન આરતી સહિતનું સેવા સંચાલન સંભાળી રહ્યા છે.
