મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં ખાટલામાં સૂતેલા યુવાનની પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા


SHARE









હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં ખાટલામાં સૂતેલા યુવાનની પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે ફળિયાના ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં આવી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થયેલ હોવાની ચર્ચા ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદનાં પંચમુખી ઢોરા વિસ્તારનામાં રહેતો સુખદેવભાઈ ઉફે સુખો કાળુભાઈ ઝિઝુવાડીયા (33) નામનો યુવાન રવિવાર રાત્રીના સમયે તેના ઘરના ફળિયામાં ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેને માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાના બનાવની તપાસ શરૂ કરી છે અને યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થયેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે, યુવાનની હત્યા કોને કરી અને કયા કારણોસર કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.




Latest News