મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ગરીબોના ઘરમાં દિવળા પ્રગટાવવા યંગ ઇન્ડિયા ગ્રુપની અનોખી પહેલ


SHARE









મોરબીમાં ગરીબોના ઘરમાં દિવળા પ્રગટાવવા યંગ ઇન્ડિયા ગ્રુપની અનોખી પહેલ

હાલમાં મોટા શોરૂમ, શોપિંગ મોલમાં ખરીદીનો જબરો ક્રેઝ છે.ત્યારે શહેરમાં ઠેક ઠેકાણે પાથરાણા કે રેકડી-કેબિનમાં વિવિધ ચીજવસ્તુઓ વેંચતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પાસેથી લોકો ખરીદી કરીને તેમના ઘરમાં દિવાળીના દીપ પ્રગટાવે એ હેતુથી મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે આ નાના માણસો પાસેથી શોપિંગ કરવાનું અનેરું અભિયાન ચલાવ્યું હતું.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળી નિમિતે સામાન્ય વર્ગના વેપારીઓના મનમાં પણ દિવાળીની રોનક ખીલવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દિવાળી નિમિતે શહેરના નહેરુ ગેઇટ સહિતના બજાર વિસ્તારમાં ઘણા સામાન્ય માણસો પાથરાણા પથારીને દિવડા-કોડિયા, ફુલહાર તોરણ, ઘર સુશોભનની સહિતની અનેક નાની-મોટી ચીજવસ્તુઓનો વેપાર કરે છે.તેમજ અમુક સામાન્ય વર્ગના લોકો રેકડી કે કેબિનમાં આવી વસ્તુઓ વેચે છે. ત્યારે આવા સાવ નાના વર્ગના માણસોનું ખમીર જળવાઈ રહે તેમજ તેમને સ્વનિર્ભર બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યોએ પોતાના પરિવાર માટે કોઈ શોપિંગ મોલ કે મોટા શો રૂમને બદલે આવા પાથરાણાવાળા લોકો પાસેથી દિવાળીનું શોપિંગ કર્યું હતું અને એ લોકોના ચહેરા પણ દિવાળીની ખુશીઓની કોઈ સીમા રહી ન હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ આ અભિયાન અંગે જણાવ્યું હતું કે, લોકો શોપિંગ મોલ અને મોટી દુકાનોમાં ખરીદી કરવાની સાથે આ નાના લોકો જેઓ પણ સામાન્ય વેપારીઓ હોય તેમની પાસે પણ ખરીદી કરીને તેમને સ્વનિર્ભર બનાવની તક આપે તેવો અમારો આ અભિયાન પાછળનો ઉદ્દેશ્ય છે. અને એકબીજાને ખુમારી પૂર્વક મદદરૂપ થઈને તહેવારની ઉજવણી કરવી એ જ તહેવારોનું સાચું સોહાર્દ છે. આથી આ રીતે દિવાળીના દીપ અમે ગરીબોના ઘરે પ્રગટાવીને એમને પણ તહેવારોની ઉજવણી કરવાનો અવસર આપ્યો છે.




Latest News