મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે સિરામિકમાં ઓરડી પાસે જુગાર રમતા ચાર પકડાયા


SHARE









મોરબીના લાલપર પાસે સિરામિકમાં ઓરડી પાસે જુગાર રમતા ચાર પકડાયા

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલ પનામા સિરામીકની ઓરડીના જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઓટલા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો મળી આવ્યા હતા જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા ૧૨,૫૦૦ ના મુદામાલ સાથે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

 મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયા અને સ્ટાફના યોગીરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના મણસોએ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે  ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલ પનામા સિરામીકમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓરડીના ઓટલા પર જુગાર રમતા ચાર ઇસમો મળી આવ્યા હતા જેમાં સાગરભાઇ ચંદુભાઇ અઘારા (ઉ.૨૭), જયદિપભાઇ ચંદુભાઇ સેરશીયા (ઉ.ર૭), ચિરાગભાઇ ભરતભાઇ વડાવીયા (ઉ.ર૩) અને અશોકભાઇ સવજીભાઇ બાવરવા (ઉ.૪૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૧૨,૫૦૦ નો મુદ્દામાલ  કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, યોગીરાજસિંહ જાડેજા, હરેશભાઇ અગલ, જયેશભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, રવિરાજસિંહ ઝાલા તથા પંકજભા ગુઢડાએ કરી હતી 




Latest News