મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસેથી 11 બોટલ-1 બિયર ભરેલ વાહન સાથે એકની ધરપકડ


SHARE













માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસેથી 11 બોટલ-1 બિયર ભરેલ વાહન સાથે એકની ધરપકડ

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામ પાસે આવેલ ફાટક નજીકથી પસાર થઈ રહેલ સુપર કેરી વાહનને રોકીને સ્થાનિક પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 11 બોટલ અને એક બિયરનું ટીન મળી આવતા પોલીસે દારૂ અને બિયરનો જથ્થો તેમજ વાહન મળીને કુલ 1,58,975 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો. અને આરોપીની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના ખાખરેચી ગામ નજીક આવેલ ફાટક પાસેથી પસાર થઈ રહેલ સફેદ કલરના સુપર કેરી વાહન નંબર જીજે 36 વી 9482 ને રોકીને ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 11 બોટલ તથા એક બિયરનું ટીન મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે દારૂ અને બિયરનો જથ્થો તથા વાહન મળીને 1,58,975 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થા સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે. અને આરોપી કલ્પેશભાઈ ઉર્ફે કમલેશ બાબુભાઈ ધોરકડિયા (33) રહે. સુરવદર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે

બે બોટલ દારૂ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 700 ની કિંમતની દારૂની બોટલો સાથે મહેબુબભાઇ ઉર્ફે ઇમરાન યુસુફભાઈ મકરાણી (40) રહે. વીસીપરા ગુલાબનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃત પાર્ક સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 641 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અજયભાઈ મુન્નાભાઈ યાદવ (27) રહે. રણછોડનગર શેરી નં-5 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છ




Latest News