મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ

મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સંદીપ વર્માની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ શાળાઓમાં ભારતની વિકાસની યાત્રાને સમર્પિત એવા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીની ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંદીપ વર્માએ ગુજરાતના વિકાસના અનેક પાસાંઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષમાં થયેલા વિકાસને જોતા રાજ્યના વિકાસમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ભૂમિકા અને યોગદાન મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં યુવા વર્ગની સહભાગિતા, શિક્ષકશ્રીઓનો ફાળો અને સરકારી યોજનાઓના લાભો વિશે પણ વાત કરી હતી. આ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નિબંધ અને વકતૃત્વ સ્પર્ધામાં પોતાના વિચારો રજૂ કરતા ગુજરાતની વિકાસ ગાથામાં નરેન્દ્ર મોદીની ભૂમિકા, ગુજરાતની વિકાસ ગાથા, છેલ્લા ૨૩ વર્ષમાં ગુજરાતમાં થયેલો વિકાસ, ગુજરાતના વિકાસમાં મોરબીનો ફાળો, ગુજરાતના વિકાસમાં શિક્ષકશ્રીઓનો ફાળો, ગુજરાતના વિકાસમાં જુદા-જુદા ક્ષેત્રમાં કાર્યરત અધિકારીશ્રીઓ અને તંત્રનો ફાળો, ગુજરાતના વિકાસમાં યુવા વર્ગની સહભાગિગીતા, ગુજરાતના વિકાસમાં જુદી-જુદી સરકારી યોજનાઓના લાભો સહિતના વિષયો પર વિદ્યાર્થીઓએ છટાદાર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ધી વી.સી.  ટેકનિકલ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહિવટી તંત્રના અધિકારી અને કર્મચારીશ્રીઓ તથા મોરબીવાસીઓ સહભાગી બન્યા હતા અને કાર્યક્રમના અંતે સૌએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.




Latest News