મોરબીમાં ધી વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ
મોરબીમાં પત્ની સંતાનોને લઈને રિસામણે ચાલી ગઈ હોય એકલવાયા જીવનથી કંટાળી એસિડ પી ગયેલ યુવાનનું રાજકોટ ખાતે મોત
SHARE
મોરબીમાં પત્ની સંતાનોને લઈને રિસામણે ચાલી ગઈ હોય એકલવાયા જીવનથી કંટાળી એસિડ પી ગયેલ યુવાનનું રાજકોટ ખાતે મોત
મોરબીના સામાકાઠે સોઓરડી પાછળ આવેલા વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા યુવાને બે દિવસ પહેલા તેના ઘરે એસિડ પી લીધું હતું.જેથી મોરબીની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.ત્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકને ત્રણ સંતાનો છે અને છેલ્લા ચારેક વર્ષથી તેમના પત્ની બાળકોને લઇને માવતરે ચાલ્યા ગયેલા હોય એકલવાયા જીવનથી કંટાળીને યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જેથી તેનું મોત નીપજેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત તા.૮-૧૦ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલ માળિયા-વનાળીયા સોસાયટીની પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરી ગુજરાન ચલાવતા ટપુભાઈ ઉર્ફે મુન્નાભાઈ હમીરભાઇ પરમાર નામના ૩૫ વર્ષના યુવાને તેના ઘરે એસિડ પી લીધું હતું.જેથી મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર આપી ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.ત્યાં સારવાર દરમિયાન આજરોજ તા.૧૦-૧૦ ના વહેલી સવારે ૪:૩૦ વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું.રાજકોટ ખાતેથી યાદી આવતાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા તપાસ માટે પહોંચ્યા હતા.
પોલીસ અને મૃતકના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક ટપુભાઈ પરમારને સંતાનમાં બે દીકરી અને દીકરો છે. જેને લઈને છેલ્લા ચારેક વર્ષથી તેમના પત્ની પિયરમાં રીષામણે ચાલ્યા ગયેલા હોય અને મૃતક ટપુભાઈ એકલા રહેતા હોય એકલવાયા જીવનથી કંટાળી જઈને તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધુ હોય તેવુ હાલ લાગી રહ્યુ છે.પોલીસ દ્રારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલી યદુનંદન સોસાયટીમાં રહેતા ભરતસિંહ કીર્તિસિંહ જાડેજા નામના ૪૦ વર્ષના યુવાનને તા.૯ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણી દ્વારા તપાસ કરવામાં આવી હતી.
દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના ખાનપર ગામે રમેશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના મનીષાબેન અર્જુનભાઈ મીણા નામની ૨૩ વર્ષીય મહિલા તા.૯ રોજ બપોરના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં વાડીએ ઘાસમાં છાંટવાની દવા પી ગયા હતા.જેથી તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.