મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક ગોડાઉનમાં ચક્કર આવતા પડી જવાથી માથામાં ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત


SHARE







મોરબી નજીક ગોડાઉનમાં ચક્કર આવતા પડી જવાથી માથામાં ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા આધેડ પોતાના ઘરેથી ઇન્દિરાનગર વિસ્તારમાં ગોડાઉનમાં કામ કરતા હોય ત્યાં ગયા હતા અને ત્યાં કામગીરી દરમિયાન તેઓને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નં-1 માં મતવા જમાતખાનાની બાજુમાં રહેતા યુસુફભાઈ નુરમામદભાઈ ખુરેશી જાતે મતવા (50) પોતે પોતાના ઘરેથી ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલ એ.બી. કોર્પોરેશનના ગોડાઉન ખાતે કામ કરવા માટે તેને ગયેલા હતા અને ત્યાં કામગીરી કરી રહ્યા હતા દરમિયાન તેઓને ચક્કર આવતા તે નીચે પડી ગયા હતા જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને તેઓને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે.ચાવડા દ્વારા કરવામાં આવી હતી.




Latest News