મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન મોરબીના હરીપર (કે) ગામે મિત્રના ઘરનું ભાડુંઆત પાસેથી ભાડું માંગનારા યુવાન સહિત બે વ્યક્તિને પાઇપ-ધોકાથી માર માર્યો હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધે માનસિક તકલીફથી કંટાળીને ટ્રેન આડે પડતું મૂકીને કર્યો આપઘાત મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના બંગાવડી ગામે વૃદ્ધ વેપારીએ ઉધારમાં રાશનનો માલ દેવાની ના પડતાં 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક સિરામિક કારખાનામાંથી રોકડા 5.80 લાખની ચોરી વધુ એક શિકાર: ટંકારામાં રહેતા કારખાનેદાર સાથે શેરબજારના નામે 84.80 લાખની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીના હરીપર (કે) ગામે મિત્રના ઘરનું ભાડુંઆત પાસેથી ભાડું માંગનારા યુવાન સહિત બે વ્યક્તિને પાઇપ-ધોકાથી માર માર્યો


SHARE







મોરબીના હરીપર (કે) ગામે મિત્રના ઘરનું ભાડુંઆત પાસેથી ભાડું માંગનારા યુવાન સહિત બે વ્યક્તિને પાઇપ-ધોકાથી માર માર્યો

મોરબીના હરીપર (કેરાળા) ગામે યુવાને તેના મિત્રનું ઘર ભાડે અપાવ્યું હતું અને ભાડે મકાન રાખનાર દ્વારા છેલ્લા બે મહિનાથી ભાડું આપવામાં આવ્યું ન હતું જેથી યુવાન દ્વારા ભાડાની ઉઘરાણી કરવામાં આવી હતી અને તે બાબતે સામેવાળાને સારું ન લાગતા લાકડી પાઇપ વડે યુવાનને તથા તેઓને બચાવવા વચ્ચે પડેલા વ્યક્તિ આમ કુલ બે વ્યક્તિઓને માથામાં તથા શરીરને પાઇપ અને લાકડી વડે માર મારીને ઇજા કરવામાં આવતા ઈજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા અમિતભાઈ જયંતીલાલ હળવદિયા (45)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લક્ષ્મણભાઈ સુરેશભાઈ પાંચિયા. મેહુલભાઈ સુરેશભાઈ પાંચિયા, હીરાભાઈ સુરેશભાઈ પાંચિયા, સુરેશભાઈ ઘેલાભાઈ પાંચિયા અને ભરતભાઈ સુરેશભાઈ પાંચિયા રહે. બધા હરીપર (કેરાળા) વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના મિત્ર ધર્મેન્દ્રભાઈનું હરીપર (કેરાળા) ગામે આવેલ મકાન ફરિયાદીના કહેવાથી આરોપી લક્ષ્મણભાઈ અને મેહુલભાઈને ભાડે આપ્યું હતું અને આ મકાનનું બે મહિનાનું ભાડું ચડી ગયું હતું જે ભાડું તેની પાસે માંગવામાં આવતા તે લક્ષ્મણભાઈ અને મેહુલભાઈને સારું લાગ્યું ન હતું અને તેને ફરિયાદીની સાથે બોલાચાલી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ લખમણભાઇએ લોખંડના પાઇપથી અને હીરાભાઈ સુરેશભાઈ તથા ભરતભાઈએ હાથમાં રહેલ લાકડીઓ વડે ફરિયાદીને માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સાહેદ દિપેશભાઈ વચ્ચે પડતા તેને મેહુલભાઈએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે અને લખમણભાઇએ લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી બંને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને તેઓને માથામાં ટાંકા આવ્યા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News