મોરબીની શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ મોરબીમાં મહંતસ્વામીનું હરિભક્તો દ્વારા કરાયું ભવ્ય સ્વાગત: આગમી દિવસોમાં યોજાશે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં દશેરાએ એસ.પી., ડિ.વાય.એસ.પી. સહિતના અધિકારીઓએ કર્યું શસ્ત્રોનું પૂજન મોરબીના હરીપર (કે) ગામે મિત્રના ઘરનું ભાડુંઆત પાસેથી ભાડું માંગનારા યુવાન સહિત બે વ્યક્તિને પાઇપ-ધોકાથી માર માર્યો હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધે માનસિક તકલીફથી કંટાળીને ટ્રેન આડે પડતું મૂકીને કર્યો આપઘાત મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના બંગાવડી ગામે વૃદ્ધ વેપારીએ ઉધારમાં રાશનનો માલ દેવાની ના પડતાં 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ


SHARE







મોરબીમાં વાડીની ઓરડીમાંથી 1585 બોટલ દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે સગાભાઈની શોધખોળ

મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ દશામાના મંદિર પાસે વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડ અને સાઇઝની બોટલો તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કુલ 1585 બોટલ દારૂ અને બિયરનો જથ્થો જેની કિંમત 2,88,253 થાય છે તેને કબ્જે કરેલ છે અને પોલીસે રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં બે સગા ભાઇઓની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે બે દિવસ પહેલા એલસીબીની ટીમે વીસીપરા વિસ્તારમાં ઇંગ્લીશ દારૂ બિયરના જથ્થાનું કટીંગ કરવામાં આવે ત્યારે પહેલા જે સ્થળ ઉપર રેડ કરીને દારૂ અને બિયરનો જથ્થો તથા ટ્રક, ત્રણ ટ્રેક્ટર, ચાર બાઈક વગેરે મળીને 81.80 લાખ રૂપિયાની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો ત્યારબાદ સ્થાનિક પોલીસ દ્વારા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું તેવામાં પોલીસને બાતમી મળી હતી કે મોરબીના અમરેલી રોડ ઉપર દશામાના મંદિર પાસે વાડી વિસ્તારમાં રહેતા રોહિત ઉર્ફે બાબુભાઈ આગેચાણિયા અને તેના ભાઈ કિરીટ બાબુભાઈ અગેચાણીયાએ પોતાના મકાનની બાજુમાં તેઓની કબજા વાળી ઓરડીમાં દારૂ અને બિયરનો જથ્થો સંગ્રહ કરીને રાખેલ છે જેથી પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો અને દારૂની અલગ અલગ બ્રાન્ડ અને સાઈઝની બોટલો તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી 1585 બોટલો દારૂ બીયર જેની કિંમત 2,88,253 થાય છે તે મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સગાભઇઓની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખની છે કે અગાઉ એલસીબીની ટીમ દ્વારા જે દારૂની રેડ કરવામાં આવી હતી અને લાખ રૂપિયાનો મુદ્દામાન કબ્જે કરવામાં આવેલ છે તે ગુનામાં પણ દારૂ બિયરનો જથ્થો મંગાવનાર તરીકે રોહિત અને કિરીટનું નામ સામે આવ્યું હોય તે ગુનામાં પણ બંને આરોપીને પકડવાના હજુ બાકી છે




Latest News