મોરબીના રંગપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધે માનસિક તકલીફથી કંટાળીને ટ્રેન આડે પડતું મૂકીને કર્યો આપઘાત
SHARE
હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધે માનસિક તકલીફથી કંટાળીને ટ્રેન આડે પડતું મૂકીને કર્યો આપઘાત
હળવદના રણજીતગઢ ગામે રહેતા વૃદ્ધનું અગાઉ એકસીડન્ટ થયું હતું ત્યારબાદ તેને છાતીના ભાગે ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારથી તેઓને માનસિક તકલીફ રહેતી હતી દરમિયાન તેઓ પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા અને ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન ઉપરથી ટ્રેન નીકળી હતી ત્યારે તેની આડે પડતું મૂકી દેતા માથા, હાથ અને પગે ગંભીર ઇજા થઈ હતી જેથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા છગનભાઈ ભગવાનભાઈ મકવાણા (62) નામના વૃદ્ધે રણજીતગઢ ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન ઉપર 71 નંબરની ફાટક પાસે રેલ્વે ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી તેને માથા, હાથ અને પગે ગંભીર ઇજા થઈ હતી અને તેઓનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈ નારાયણભાઈ ભગવાનભાઈ મકવાણા (65) રહે. રણજીતગઢ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતકનું વર્ષ 2012માં એક્સિડન્ટ થયું હતું અને છાતીના ભાગે ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ તેને માનસિક તકલીફ રહેતી હતી અને અવારનવાર તે મરવાની વાતો કરતા હતા. દરમ્યાન ગત તા. 18/10 ના રોજ કોઈને ઘરે કશું કહ્યા વગર તેઓ નીકળી ગયા હતા અને ત્યારબાદ રણજીતગઢ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન ઉપરથી પસાર થઈ રહેલી ટ્રેનની આડે પડતું મૂકી દેતા તેઓને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજયું છે.