ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરબી-હળવદ તાલુકામાં નવનિર્મિત પશુ દવાખાનાઓનું લોકાર્પણ


SHARE







કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરબી-હળવદ તાલુકામાં નવનિર્મિત પશુ દવાખાનાઓનું લોકાર્પણ

સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ૮૫ લાખના ખર્ચે તૈયાર થયેલા નવા સરકારી પશુ દવાખાના, મોરબી તેમજ હળવદ તાલુકાના નવા દેવળીયા, પશુ દવાખાનાના લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા.

મોરબીમાં યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત માટે રાજ્ય સરકારની નેમને પરિપૂર્ણ કરવા માટે રાજ્યના પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકારનો પશુપાલન પ્રભાગ પણ કટિબદ્ધ છે. ભારત સરકારની નેશનલ લાઈવસ્ટોક મિશન, નેશનલ એનીમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત FMD અને Brucella રસીકરણ, મોબાઈલ વેટરનરી યુનિટ, રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ, રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવી વિવિધ યોજનાઓ થકી રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રને વધુ ઉન્નત બનાવવા માટે કેન્દ્ર સરકારનો સહયોગ મળી રહ્યો છે.

રાજ્યસભાના સાંસદ કેસરીદેવીસિંહજી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સૌરાષ્ટ્ર- કચ્છ વિસ્તારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે મોરબી જિલ્લામાં મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ માટે ૪.૭૫ કરોડની રાજ્ય સરકાર  દ્વારા સહાય મંજુર કરવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ માં રાજ્યમાં કુલ ૪૩૪ કરોડથી વધુ રકમની સહાય ગૌશાળા- પાંજરાપોળની ચૂકવવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ૫ કરોડ ૩૨ લાખની સહાય ચુકવવામાં આવી છે. આ તકે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કલેકટર કે.બી.ઝવેરી, ડીડીઓ એસ.જે.પ્રજાપતિ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, નાયબ પશુપાલન નિયામક ડો. ફળદુ, સંસ્થાના ટ્રસ્ટી કાનજીભાઈ જાળીયા, આજુબાજુના ગામમાંથી પધારેલા પશુપાલકો, સંસ્થાના કર્મયોગીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. 




Latest News