મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ


SHARE





મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ

મોરબી જિલ્લાના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ, પારદર્શક અને લોકાભિમુખ બનાવવાના આશય સાથે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી સેવાઓ, વહીવટી સુધારણા અને સરકારી યોજનાઓના સુચારુ અમલીકરણ અંગે સકારાત્મક અને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ‘સ્વાગત ઓનલાઇન પોર્ટલ’ પર પડતર રહેલી અરજીઓ, જન્મ તારીખના દાખલા આપવામાં થતો વિલંબ અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના વિતરણને લગતી સમસ્યાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને આ પ્રશ્નો અગ્રતાના ધોરણે ઉકેલવા નિર્દેશ આપ્યા હતા.કલેક્ટરએ ડિજિટલાઇઝેશનને વેગ આપવા તમામ કચેરીઓને ‘ઇ-સરકાર’ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું, જેની પેન્ડન્સીની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. વહીવટી તંત્રના સંવેદનશીલ અભિગમને ઉજાગર કરતા તેમણે નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અને કચેરીઓમાં આવતી તમામ અરજીઓનો સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા કડક સૂચના આપી હતી. ગામડાઓની મુલાકાત બાદ અધિકારીઓએ આપેલ અહેવાલની પણ સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ.સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી સહિત જિલ્લાના વહીવટી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા




Latest News