મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા


SHARE









મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા

મોરબીના પીપળીયા ગામે પાંચ વર્ષ પહેલા મંદિરના રૂપિયા ઉઘરાવવા બાબતે હાજરીમાં રાખેલ માણસને હાજરીના રૂપિયા મળ્યા ન હતા જેથી તે રકમની યુવાને માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાઇ ગયેલા બે શખ્સે જપાજપી કરી હતી અને યુવાનને છરીનો ઘા માર્યો હતો જેથી યુવાનનું મોત નિપજયુ હતુ જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસની મળતી માહિતી મુજબ ફરિયાદીના ભાઈ અબ્દુલભાઈ અને સલીમભાઈ બંને પીપળીયા ગામમાં શંકર મંદિર ફરતે વંડો બનાવવાના હતા જેથી ત્યથી નીકળતી રેતીની ગાડી વાળા પાસેથી ધર્માદાના રૂપિયા ઉઘરાવતા હતા અને પીપળીયા ગામના પૃથ્વીરાજસિંહે હાજરીમાં રાખ્યા હતા જો કે, હાજરીના રૂપિયા આરોપી પાસેથી ફરિયાદીના ભાઈ અબ્દુલને લેવાના બાકી હતા તે રકમની માંગણી કરવામાં આવી હતી જેથી બંને આરોપી સલીમ ઇલ્યાસ કામોરા અને અનવર ઇકબાલ કામોરાઓએ અબ્દુલ સાથે તા. 16/10/21 ના રોજ રાતે બોલાચાલી કરી હતી અને તેને છરીનો ઘા માર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી અબ્દુલનું મોત નીપજયું હતું અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. આ કેસ મોરબીના ત્રીજા એડીશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટ ચાલી ગયો હતો જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ 15 મૌખિક અને 28 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા તેમજ ધારદાર દલીલો કરી હતી જેને માન્ય રાખીને કોર્ટે આરોપીઓ સલીમ ઇલ્યાસ કામોરા અને અનવર ઇકબાલ કામોરાને આજીવન કેદની સજા અને 5-5 હજારનો દંડ કર્યો છે.




Latest News