મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે રહેતા સરકારી શાળાના શિક્ષકે વ્યાજે લીધેલ 50 લાખ રૂપિયાની ત્રણ શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી


SHARE













મોરબીના રાજપર ગામે રહેતા સરકારી શાળાના શિક્ષકે વ્યાજે લીધેલ 50 લાખ રૂપિયાની ત્રણ શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનને ધંધામાં રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી 10 ટકા વ્યાજ લેખે 50 લાખ રૂપિયા લીધેલા હતા જે પૈસા પાછા ન આપી શકતા ત્રણ વ્યક્તિઓ દ્વારા ફરિયાદીના ઘરે આવીને રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરવામાં આવી હતી અને ફરિયાદી તથા તેના ભાઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે નવા પ્લોટ વિસ્તારમાં રામજી મંદિર પાસે રહેતા અને સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરેશભાઈ ઉર્ફે હિરેનભાઈ ગોરધનભાઈ વડગાસિયા (૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ધર્મેન્દ્રભાઈ રાઠોડ રહે. મોરબી, ગોપાલભાઈ ગજેન્દ્રભાઈ ભટ્ટ રહે. વીરપર અને માલદેભાઈ બાબુભાઈ આહીર રહે. સાંકેત ઇન્ડિયા શોરૂમની પાછળ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ધર્મેન્દ્ર રાઠોડ પાસેથી 10 ટકા વ્યાજ લેખે તેણે 30 લાખ રૂપિયા લીધેલા હતા જ્યારે ગોપાલ ભટ્ટ પાસેથી તેણે 10 ટકા વ્યાજ લેખે 20 લાખ રૂપિયા લીધેલા હતા આમ આ બંને વ્યક્તિઓ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા ફરિયાદી યુવાન પાછા આપી ન શકતા ત્રણેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદી પાસેથી બળજબરીથી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ફરિયાદી યુવાન તથા તેના ભાઈ મનીષભાઈને મારી નાખવાની ધમકી આપી ગાળો આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બીએનએસ કલમ 308 (2), 352, 351 (2) (3) તથા નાણા ધીરધાર અધિનિયમ 2011 ની કલમ 5,33 (3), 40, 42 મુજબ  ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.જોગેલા ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

વાંકાનેર નજીક આવેલ સોમાણી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા કોમલબેન લક્ષ્મણભાઈ (24) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરી છે.

હાર્ટ એટેકથી મોત

મોરબીના કેનાલ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ વૃંદાવન પાર્કમાં એકતા પેલેસ ફ્લેટ નંબર 501 માં રહેતા મનસુખભાઈ કરસનભાઈ ભાડજા (65) નામના વૃદ્ધને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરા કલ્પેશભાઈ મનસુખભાઈ ભાડજા (31)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News