મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન


SHARE













મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન

મોરબીના વાંકાનેર હાઈવે પર સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા. 20 ઓક્ટોબરને રવિવારના રોજ બપોરે 3 થી 7 માં આ કાર્યક્ર્મ યોજાશે જેમાં ગૌ દર્શન, જલ દર્શન અને વન દર્શનનો લાભ લેવા માટે લોકોને આયોજકોએ આમંત્રણ આપેલ છે.

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મસભામાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ અધિકારીઓ સહિતના હાજર રહેશે જેથી કરીને આ ધર્મ સભાનો લાભ લેવા માટે અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે વધુમાં મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ)એ જણાવ્યુ છે કે, આજની તારીખે મોરબીની મોરબી પાંજરાપોળમાં ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે મોરબીના ઉદ્યોગકારો તરફથી ખૂબ જ સહકાર આપવામાં આવે છે તેમજ જુદીજુદી સંસ્થાઓ તરફથી પણ આર્થિક સહકાર આપવામાં આવે છે તેમજ મોરબીમાં દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામા આવે છે ત્યાં જઈને દાતાઓ સહિતના નગરજનો તરફથી લખો રુપિયાનું દાન આપવામાં આવે છે. આમ મોરબી સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી દર વર્ષે મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે લાખો રૂપિયાનું દાન આપવામાં આવે છે. જેના થકી મોરબીની પાંજરાપોળના ગૌવંશોની સેવા અને નિભાવ કરવામાં આવે છે.






Latest News