હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો


SHARE





મોરબીના વનાળીયા ગામે હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી નજીકના વનાળીયા ગામે દર વર્ષે ભટ્ટ પરિવાર દ્વારા હિંગળાજ માતાજીના મંદિરે શરદ પૂનમનાં દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર તેમજ આસપાસના ગામોમાં તેમજ અન્ય શહેરોમાં રહેતા ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકો સહકુટુંબ હાજર રહ્યા હતા અને દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લીધેલ હતો. 

ભટ્ટ પરીવારના કુળદેવી હિંગળાજ માતાજીના વનાળીયા (શારદાનગર) મુકામે આવેલા મંદિરે દર વર્ષે શરદ પુનમના દિવસે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં યજમાન બનાવનો લાભ મૂળ વનાળિયા ગામના રહેવાસી સ્વ. છોટાલાલ મગનલાલ ભટ્ટના દીકરા અનિલભાઈ છોટાલાલ ભટ્ટ અને દિનેશભાઇ છોટાલાલ ભટ્ટના પુત્ર જીજ્ઞેશભાઈ ભટ્ટ (પત્રકાર) અને તેના પત્ની આરતીબેન, હિમાંશુભાઈ ભટ્ટ (પત્રકાર) અને તેના પત્ની હિરલબેન તેમજ સુનિલભાઈ ભટ્ટ (મિટર રીડર) અને તેના પત્ની રીતુબેન દ્વારા લેવાં આવેલ હતી અને આ યજ્ઞની શાસ્ત્રોક્ત વેદમંત્રની વિધી આચાર્ય શાસ્ત્રી તેજસભાઇ રમેશભાઈ ભટ્ટ તેમજ શાસ્ત્રી લાભશંકર ઠાકર, શાસ્ત્રી હર્ષદીપ ભટ્ટ, શાસ્ત્રી કલ્પિત જાની અને શાસ્ત્રી દર્શનભાઈ જાની દ્વારા કરાવવામાં આવી હતી. ત્યારે યજ્ઞના દર્શન, પૂજન અને પ્રસાદનો લાભ લેવા માટે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લામાંથી ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો ભટ્ટ પરિવારના લોકોને આવ્યા હતા આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ બળવંતભાઈ ભટ્ટજે.પી. ભટ્ટ તેમજ દર્શનભાઇ ભટ્ટ સહિતના ભટ્ટ પરિવારના વડીલો અને યુવાનો જહેમત ઉઠાવી હતી.




Latest News