મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ


SHARE













મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વેપારી દ્વારા 25,000 રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઇ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં મોરબી તાલુકા પોલીસે પાંચ આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર રોડ પર આવેલા વ્રજવાટિકા સોસાયટી બ્લોક નંબર 20 માં રહેતા હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચીખલીયા (31)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતેન્દ્રભાઈ જીવાભાઇ પરમાર, વિક્રમભાઈ કૈલાશભાઈ આંબલીયાર, અમજદભાઈ ફકીરમહંમદ પઠાણ, રૂપસિંહ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા અને વિરેનભાઈ વિજયભાઈ રાઠોડ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસે તેઓનું યારા ડેકોરેટિવ નામનું કારખાનું આવેલ છે અને તેમાં તા. 11/10 ના રાત્રિના આઠ વાગ્યેથી લઈને 12/10 ના સવારના નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઇપણ સમયે આ શખ્સો દ્વારા કારખાનાની અંદર પ્રવેશ કરીને ત્યાંથી 100 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 25,000 રૂપિયાની કિંમતમાં વાયરની ચોરી થઇ હોવાની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં આરોપી જીતેન્દ્રભાઈ જીવાભાઇ પરમાર (37) રહે. એલ.ઇ. કોલેજ રોડ ફૂટપાથ મોરબી મૂળ રહે મયારી તાલુકો કુતિયાણા, વિક્રમભાઈ કૈલાશભાઈ આંબલીયાર (23) રહે. હાલ ત્રાજપર મૂળ રહે એમપી, અમજદભાઈ ફકીરમહંમદ પઠાણ (35) રહે. પાડા પુલ નીચે મૂળ રહે. જાંબુઆ એમપી, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા (32) રહે. પાડાપુલ નીચે મૂળ રહે. જાંબુઆ એમપી અને વિરેનભાઈ વિજયભાઈ રાઠોડ (25) રહે નટરાજ ફાટક પાસે ઝૂંપડામાં મોરબી મૂળ રહે. અલીરાજપુર એમપી વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News