મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા શ્રમજીવી પરિવારના બાળકોને ફટાકડાનું વિતરણ કરાયું
મોરબીના નાની વાવડીમાં તસ્કરોના ધામા ઘરમાથી ૫૦ હજારના મુદામાલની ચોરી
SHARE
મોરબીના નાની વાવડીમાં તસ્કરોના ધામા ઘરમાથી ૫૦ હજારના મુદામાલની ચોરી
મોરબી તાલુકાનાં નાની વાવડી તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ઘરમાથી સોના ચાંદીના દાગીના સહિત ૫૦ હજારના મુદામાલની ચોરી કરી ગયેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલા પરિવારે જાણ કરી હતી અને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ નાની વાવડી ગામે ખોડિયાર સોસાયટીમાં આવેલ જમ્બો પાર્કમાં રહેતા કમલેશભાઈ પ્રફુલભાઈના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરધણી નીચેના રૂમમાં સૂતા હતા અને તસ્કરો ઉપરના રૂમમાં પ્રવેશ કરીને કબાટના ખાનમાથી સીના ચાંદીના દાગીના સહિત ૫૦ હજારના મુદામાલની ચોરી કરી ગયેલ છે આ બનાવની પરિવારે મોરબી તાલુકા પોલીસને લેખિતમાં જાણ કરી હતી જો કે, હજુ સુધી આ અંગેની ફરિયાદ નોંધાઈ નથી આવી જ રીતે લાલપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોર ત્રાટક્યા હતા જો કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ દલ્લો તેને હાથ લાગેલ ન હતો અને સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોર આવ્યા હોવાની પણ મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે તે અંગેની પણ કોઈ ફરિયાદ નોંધાયેલ નથી