મોરબી જીલ્લામાં સહારા કો-ઓપરેટીવ સોસાયટીએ ગ્રાહકોના રૂપિયા ન ચૂકવતા એજન્ટોને મારવાની ધમકી !
મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા શ્રમજીવી પરિવારના બાળકોને ફટાકડાનું વિતરણ કરાયું
SHARE









મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા શ્રમજીવી પરિવારના બાળકોને ફટાકડાનું વિતરણ કરાયું
મોરબીમાં દિવાળીના તહેવારો ઉપર શ્રમજીવી પરિવારના બાળકો પણ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી શકે તે માટે મોરબી શહેર યુવા ભાજપના પ્રમુખ હર્ષભઈ અગોલા, મહામંત્રી વિક્રમભાઇ વાંક અને યોગરાજસિંહ સહિતની ટીમ દ્વારા બાળકોને ફટાકડાનું વિતરણ કરવા માટેનો કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી શહેર ભાજપના મહામંત્રી રિશિપભાઇ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઇ પટેલ સહિત શહેર અને જિલ્લા યુવા ભાજપના હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે બાળકોને ફટાકડા આપી દિવાળીની ખુશીઓની ભેટ આપવામાં આવી હતી. અને આવી જ રીતે મોરબીના જય અંબે ગ્રૂપનાના સભ્ય ગોવિંદભાઈ ઘોડાસરાના પુત્ર આર્યનના જન્મદિન નિમિતે જય અંબે સેવા ગ્રૂપ દ્વારા મોરબીના જુદા જુદા વિસ્તારોમા અનેક ઘરોમા જઈને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામા આવ્યું હતું તેવું જય અંબે ગ્રૂપના જીગ્નેશભાઈ કૈલાએ જણાવ્યુ છે
