મોરબી જિલ્લાના અજીતગઢ ગામના ખેડૂતનો દિકાઓ મિતુલ લોરીયા બન્યો પીઆઇ
મોરબીના જાંબુડિયા પાસે દીકરાના બાઈકમાથી નીચે પટકાતાં માતાનું મોત
SHARE
મોરબીના જાંબુડિયા પાસે દીકરાના બાઈકમાથી નીચે પટકાતાં માતાનું મોત
વાંકાનેરથી મોરબી તરફ આવતા હાઇવે રોડ ઉપર જામ્બુડીયા બ્રીજ નવી આર.ટી.ઓ. કચેરી પાસે યુવાન પોતાની માતને બાઈકમાં બેસાડીને જતો હતો ત્યારે અકસ્માતે તેની માતા બાઈકમાથી નીચે પટકાતાં તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને મૃતક મહિલાના દીકરાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના મોરબી રોડ ઉપર જકાત નાકા પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં શેરી નં. ૪ માં રહેતા મુકેશગર રામગર ગોસ્વામી જાતે બાવાજી (ઉ.૪૫)એ હાલમાં કિશનગીરી રમેશગીરી ગોસ્વામી રહે. ભાટીયા સોસાયટી, વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરથી મોરબી તરફ આવતા હાઇવે રોડ ઉપર જામ્બુડીયા બ્રીજ નવી આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ ભડીયા પાસેથી કિશનગીરી રમેશગીરી ગોસ્વામી પોતાનું બાઈક નંબર જીજે ૩ એચજે ૬૮૪૮ લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકમાં પાછળ બેઠેલ તેની માતા મૈયાબેન રામગરભાઇ ગોસ્વામી (રહે, 3-રાજીવનગર, બજરંગવાડી, રાજકોટ) રોડ ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેને માંથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી અને તેઓનું મોત નિપજયુ હતું જેથી કરીને હાલમાં પોલીસે ફરિયાદ લઈને આઇપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે