મોરબીના જાંબુડિયા પાસે દીકરાના બાઈકમાથી નીચે પટકાતાં માતાનું મોત
મોરબીમાં ચોરાઉ રિક્ષા સાથે પકડાયેલ નેપાળી સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં ચોરાઉ રિક્ષા સાથે પકડાયેલ નેપાળી સામે ગુનો નોંધાયો
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ રીક્ષાની સાથે મૂળ નેપાળી બ્રાહ્મણ યુવાનને પકડ્યો હતો અને તપાસ કરતા તેની પાસે રહેલી રીક્ષા ચોરાઉ હોવાનું ખુલતા મૂળ ધણીની શોધ કરીને તેની ફરિયાદ લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સર્કીટ હાઇસથી આગળ માળીયા ફાટક પાસેથી એક શંકાસ્પદ સીએનજી રીક્ષા નંબર જીજે ૧૩ એવા ૧૯૪૬ સાથે મિનપ્રસાદ ઉર્ફે રોહિત વસંતપ્રસાદ ભુષલ જાતે નેપાળી બ્રાહ્મણ (ઉમર ૧૯) હાલ રહે.મોરબી વીસીપરા ચારગોડાઉન પાસે વાળો મળી આવ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તેની પાસે રહેલ રિક્ષાના તેની પાસે કોઈ આધારભૂત કાગળ ન હોય પૂછપરછમાં રિક્ષા ચોરાઉ હોવાનું ખુલ્યુ હતું.જેથી કરીને રીક્ષા નંબરને આધારે રિક્ષાના માલિકની શોધખોળ ચલાવતાં દિવાનભાઈ ગણેશભાઈ ઝાપડીયા કોળી રહે.સર્કિટ હાઉસ સામે મોરબી-૨ વાળાની રિક્ષા હોવાનું ખૂલ્યું હતું અને તેઓની રીક્ષા ચોરી થયેલ હોય દિવાનભાઈ જાખડીયાની ફરિયાદ લઈને મિનપ્રસાદ વસંતપ્રસાદ ભુષલ નેપાળી બ્રાહ્મણ સામે રૂપિયા ૮૦ હજારની ઉપરોક્ત નંબરની રીક્ષા ચોરી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ હેડ કોસ્ટેબલ ડી.એચ.બાવળીયા ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો રામુભાઈ મગનભાઈ સાટોડા નામનો ૧૫ વર્ષીય બાળક મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજાઓ થતા ૧૦૮ વડે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ ઘોડાસરા નામના ૫૮ વર્ષીય આધેડ સોસાયટી વિસ્તારમાં બાઈક લઈને જતા હતા ત્યારે વણાંકમાં બાઈક સ્લીપ મારી જતાં ઇજાગ્રસ્ત રાજેશભાઈ ઘોડાસરાને સારવારમાં લઈ જવાયા હતા.