મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ ગામડે આવેલ મકાને જઈને યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ ગામડે આવેલ મકાને જઈને યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના નાનીવાવડી ગામે રહેતા યુવાનને તેના પત્ની સાથે બોલાચલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ તેણે ખેવારીયા ગામે આવેલા પોતાના બીજા મકાને જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા વિનોદભાઈ કરસનભાઈ શેરસીયા (40) નામના યુવાને તેનું ખેવારીયા ગામે મકાન આવેલ છે તે મકાનને જઈને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને તેના પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ તેણે ખેવારીયા ગામે જઈને મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રિક્ષાવાળા દ્વારા માર મારવામાં આવતા પદમભાઇ પ્રેમબહાદુરભાઈ (ઉંમર ૩૦) રહે.ઉમિયા ચોક પાસે ને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રહેતા વિક્રમભાઈ પુનિયાભાઈ રાણા નામના ૪૧ વર્ષીય યુવાનને દલવાડી સર્કલ નજીક બોલાચાલી બાદ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો.

મહિલા સારવારમાં
મોરબીના વાંકડા ગામે રહેતા લાભુબેન ગોરધનભાઈ કૈલા નામના ૬૦ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે જેતપર રોડ ઉપર બેલા અને રંગપર વચ્ચે બાઈકના પાછળના ભાગેથી પડી જતા માથામાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામે રહેતા મિતલબેન વિજયભાઈ સિચણાદા નામની સાત વર્ષની બાળકી તેના પિતા સાથે બાઈકમાં પાછળ બેસીને જતી હતી.ત્યારે ટીંબડી ગામે આવેલા હનુમાન મંદિર પાસે અચાનક બ્રેક મારતા તે બાઇકમાં પાછળથી નીચે પડી જતા ઈજા પામતા તેને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવી હતી.






Latest News