મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા


SHARE









મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા

મોરબી તાલુકાના જિકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે નવા નીરની આવક શરૂ થઈ હતી અને સાંજ સુધીમાં ડેમ રૂલ લેવલ સુધી 100 ટકા ભરાઈ ગયો હતો જેથી ડેમના બે દરવાજાને ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને આ ડેમના દરવાજા ખોલતા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં શુક્રવારે સવારથી ખુબ સારો વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં મોરબી તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો જેથી સ્થાનિક જળાશયોની અંદર વરસાદી પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી ત્યારે મોરબીના જુદા જુદા ડેમમાંથી મચ્છુ-3 ડેમના એક દરવાજા સાંજે 6:00 વાગ્યે ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ મોડી સાંજે મોરબી તાલુકાના જિકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ પણ રૂલ લેવલ સુધી 100 ટકા ભરાઈ ગયો હતો જેથી કરીને આ ડેમના બે દરવાજાને ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી મળતી વિગત મુજબ 7182 ક્યુસેક પાણીની આવક સામે જાવકને શરૂ કરવામાં આવી હતી જો કે, ઘોડાધ્રોઈ નદીમાં પાણી છોડતા પહેલા સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા મોરબી તાલુકાના 7 અને માળિયા તાલુકાના 3 આમ પુલ મળીને 10 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા તેમજ કોઈપણ વ્યક્તિને નદીના પટમાં ન જવા માટે અને માલધારીઓને પોતાના માલ ઢોરને સલામત જગ્યાએ રાખવા માટે તેમને સૂચના આપવામાં આવી હતી




Latest News