હળવદ તાલુકા પોલીસે 58.53 લાખની દારૂ-બિયરની બોટલો ઉપર રોડ રોલર ફેરવી દીધું
મોરબીમાં જીલ્લામાં 24 કલાકમાં અડધાથી લઈને પોણા ચાર ઇંચ વરસાદ: સૌથી વધુ મોરબીમાં પોણા ચાર ઇંચ, મુખ્ય માર્ગો ઉપર પાણી ભરયા
SHARE








મોરબીમાં જીલ્લામાં 24 કલાકમાં અડધાથી લઈને પોણા ચાર ઇંચ વરસાદ: સૌથી વધુ મોરબીમાં પોણા ચાર ઇંચ, મુખ્ય માર્ગો ઉપર પાણી ભરયા
રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને મોરબી જિલ્લામાં ગઇકાલે સાંજના સમયે વરસાદી માહોલ જામ્યો હતો અને ત્યારે મોરબી તાલુકામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ અને વાંકાનેર તાલુકામાં સવા ઇંચ જેટલો વરસાદ છ થી આઠમાં વરસી ગયો હતો જોકે, અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ હતો તેવું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે મોરબી શહેરમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે મોટાભાગના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને છેલ્લી 24 કલાકમાં મોરબીમાં પોણા ચાર ઇંચ અને વાંકાનેરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયેલ છે.
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ હોય છે અને જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડતો હોય છે ત્યારે ગઇકાલે બપોરના ચાર વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના પાંચ પૈકીના ત્રણ તાલુકા મોરબી, ટંકારા અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો હતો અને જો મોરબીની વાત કરીએ તો મોરબી શહેરમાં અને તાલુકા વિસ્તારમાં સાંજના છ થી આઠ બે કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેથી કરીને મોટાભાગના મુખ્ય માર્ગો જેમાં સનાળા રોડ, રવાપર રોડ, શક્તિ પ્લોટ, લાતી પ્લોટ, મહેન્દ્ર પરા, માધાપરા, અરુણોદય નગર, નગરદરવાજા પાસે આવેલ નાસ્તા ગલી સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ગઇકાલે મોડી સાંજે શહેરના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયેલા હોવાના કારણે સ્કૂટર, બાઈક રીક્ષા વિગેરે જેવા વાહનો બંધ થવાના કારણે વાહન તાલુકો હેરાન થયા હતા અને મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે વાંકાનેર તાલુકામાં ગઇકાલે સાંજે છ થી આઠમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે વધુમાં જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી છેલ્લા 24 કલાકના આંકડા સામે આવેલ છે તેમાં મોરબી તાલુકામાં પોણા ચાર ઇંચ, વાંકાનેર તાલુકામાં પોણા બે ઈચ ટંકારમાં અડધો ઇંચ અને ગઇકાલના દિવસ દરમિયાન હળવદ અને માળિયા તાલુકામાં વરસાદી માહોલ હતો પરંતુ નોંધપાત્ર વરસાદ પડેલ નથી
વીજળી પડતાં ઘરમાં નુકશાન, ઇલેક્ટ્રીક ઉપકરણ બાલી ગયા
મોરબીમાં ગઇકાલે સાંજે બે કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે મોરબીના માધાપર વિસ્તારમાં રહેલા કરશનભાઈ હડિયાલના ઘર ઉપર આકાશી વીજળી પડી હતી જેથી કરીને મકાનની પારા પેટ અને દીવાલમાં નુકશાન થયું હતું અને ઘરમાં લાઇટ, પંખા વિગેરે ઇલેક્ટ્રીક ઉપકરણો બાલી ગયા હતા.
સિઝનનો મોરબી જીલ્લામાં કયા તાલુકામાં કેટલો વરસાદ
મોરબી જીલ્લામાં પાંચ તાલુકા આવેલ છે અને આ પાંચેય તાલુકામાં ચોમાસામાં સારો વરસાદ પડ્યો છે જેથી કરીને સ્થાનિક જળાશયો ભરાઈ ગયેલ છે જો તાલુકા વાઇઝ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો મોરબી તાલુકામાં 1210 એમએમ, ટંકારા તાલુકામાં 1316 એમએમ, વાંકાનેર તાલુકામાં 1113 એમએમ, હળવદ તાલુકામાં 781 એમએમ અને માળીયા તાલુકામાં 475 એમએમ વરસાદ સરકારી ચોપડે નોંધાયેલ છે જો કે, કેટલા વિસ્તારોમાં વરસાદ માપવા માટેના યંત્ર નથી ત્યાં ચોમાસામાં ભારે વરસાદ થયેલ હતો પરંતુ તેની સરકારી ચોપડે કોઈ નોંધ થયેલ નથી.

