મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) હોસ્પિટલમાં એકસરે મશીન બંધ, દવા-સ્ટાફ નથી, પીએમ રૂમમાં લાઇટ પણ નથી: આપના આગેવાને સીએમને કરી રજૂઆત


SHARE













માળીયા (મી) હોસ્પિટલમાં એકસરે મશીન બંધ, દવા-સ્ટાફ નથી, પીએમ રૂમમાં લાઇટ પણ નથી: આપના આગેવાને સીએમને કરી રજૂઆત

માળીયા તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી અને પ્રમુખ દ્વારા  મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ત્યાં એક્સરે મસીન બંધ, પીએમ રૂમમાં લાઇટ નથી, દવાઓ નથી સ્ટાફ નથી તેવી સમસ્યાઓ સામે આવી હતી જેથી કરીને આ બાબતે તાત્કાલિક સીએમ તેમજ આરોગ્ય મંત્રીને લેખીતમા આપ ના આગેવાન દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

મોરબી જીલ્લા આમ ઐ પાર્ટીના પ્રભારી પંકજ રાણસરીયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ માળીયા નગરપાલીકાની સમીક્ષા માટે માળીયા શહેરના હોદેદારો સાથે મિટિંગ કરેલ હતી અને આ મિટિંગના અંતે ત્યાંના લોકોની સુખાકારી માટેના પ્રશ્નો સાંભળેલ હતા અને અમુક રસ્તા તેમજ હોસ્પિટલને લગતા પ્રશ્નોની વિશે ચર્ચા કરવામાં આવી હતી અને હોસ્પીટલની મુલાકાત લીધેલ હતી ત્યારે જાણવા મળેલ કે, ત્યાં એમ્બ્યુલન્સની એક જ વ્યવસ્થા છે માટે આવડા મોટા વિસ્તારમા બીજી એમ્બ્યુલન્સ ફાળવવામા આવે તો લોકોને લાભ મળી શકે છે ત્યાર બાદ ત્યાં એક્સરે મસીન પણ બંધ હાલતમા છે, દવાનો પૂરતો સ્ટોક છે નહી, પીએમ રૂમમા લાઈટ કનેક્શન જ નથી, પીએમ સમયે ડોક્ટર સાથે કોઈ હેલ્પર નથી, જ્યારે પીએમ કરવાનું હોય ત્યારે મોરબીથી હેલ્પર બોલાવવા માટે ગાડી મોકલવી પડે છે, હોસ્પીટલની અંદર બાવળીયા ઉગી ગયા છે જેથી કરીને પંકજ રાણસરિયાએ જે તે અધિકારી તેમજ કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી હતી અને આ બાબતે સીએમ તેમજ આરોગ્ય મંત્રીને લેખીતમા રજૂઆત કરીને સુવિધા વધારવા માટેની માંગ કરી છે.




Latest News