માળીયા (મી)માં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો કરવાના ગુના પકડાયેલા બંને આરોપીના જામીન મંજૂર
મોરબીના ઘૂટુંમાં બાંધકામ મંજૂરી માટે લાંચ લેતા તલાટિ કમ મંત્રી-મહિલા સરપંચના પતિ એસીબીમાં ઝડપાયા
SHARE
મોરબીના ઘૂટુંમાં બાંધકામ મંજૂરી માટે લાંચ લેતા તલાટિ કમ મંત્રી-મહિલા સરપંચના પતિ એસીબીમાં ઝડપાયા
મોરબી તાલુકાનાં ઘૂટું ગામે બાંધકામ મંજૂરી માટે લાંચની માંગણી કરવામાં આવી હતી જેથી કરીને એસીબીમાં જાણ કરવામાં આવી હતી અને તેના આધારે એસીબીએ છટકું ગોઠવીને હાલમાં લાંચની 50 હજારની રકમ લેતા ગામના મહિલા સરપંચના પતિ અને તલાટી મંત્રીને રંગે હાથે પકડી લીધેલ છે અને એસીબીની ટીમે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી નજીકના ઘૂટું ગામે બિનખેતી કરવામાં આવેલ પ્લોટ ઉપર ૪ વીઘામાં લાકડાની પ્લેટ બનાવવાનું કારખાનું બનાવવું હતું જેથી કરીને પંચાયતમાં બાંધકામ મંજૂરી માંગવામાં આવી હતી અને બાંધકામ કરવા માટે ઘૂટું ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને ઘૂટું ગામના મહિલા સરપંચના પતિએ બાંધકામ મંજુરી માટે 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી જેથી કરીને મંજૂરી માંગનારે એસીબીનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ રાજકોટ એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ એમ.એમ. લાલીવાલાની ટીમે ઘૂટું ગ્રામ પંચાયત કચેરીએ છટકું ગોઠવ્યું હતું અને ત્યાં તલાટી કમ મંત્રી વિમલભાઈ સુંદરજીભાઈ ચંદ્રોલા 50 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો અને ઘૂટું ગામના મહિલા સરપંચના પતિ દેવજીભાઈ હરખાભાઇ પરેચા પણ ત્યાં હાજર હતા જેથી કરીને એસીબીની ટીમે તલાટી મંત્રી અને સરપંચના પતિને પકડીને લાંચ પેટે લેવામાં આવેલ 50 હજાર કબજે કરેલ હતા અને આગળની કાર્યવાહી કરેલ છે.