મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સંદર્ભે કલેક્ટરની બેઠક યોજાઇ મોરબી જીલ્લામાં શુક્રવારે સરકારી કચેરીઓમાં વંદે માતરમનું સમૂહ ગાન કરીને સ્વદેશીના શપથ લેવાશે મોરબી જિલ્લામાં ખેતીના પાકોને 88 ટકાથી વધુ નુકશાન: ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની સરપંચો-ખેડૂતોની માંગ બોટાદના બરવાળામાંથી ગુમ થયેલી સગીરા મોરબીથી મળી વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી 4 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો કરવાના ગુના પકડાયેલા બંને આરોપીના જામીન મંજૂર


SHARE



























માળીયા (મી)માં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો કરવાના ગુના પકડાયેલા બંને આરોપીના જામીન મંજૂર

માળીયા (મી)માં જનરલ સ્ટોર નામની દુકાનમાં વીજ ચેકિંગ માટે ગયેલા કર્મચારીને માર મારવામાં આવ્યો હતો અને તેની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી જેથી વીજ કર્મચારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે બે શખ્સોની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને તે બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ વકીલ મારફતે બંને આરોપીના જામીન માટેની અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલ અને હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે

આ કેસની વિગત ઉપર નજર કરીએ તો મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સવજીભાઈ ડામોર (40)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવાબ ઈસુબભાઈ જેડા રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળિયા અને ફૈજાન મુરાદભાઈ જામ રહે. મૂળ કાજરડા હાલ રહે માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદી તથા અન્ય કર્મચારીઓ ઉપરી અધિકારીની મૌખિક સૂચનાથી માળીયા મીયાણા જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવા માટે ગયા હતા ત્યારે રેલવે ફાટક ની અંદર આવેલ જનરલ સ્ટોર નામની દુકાનમાં નવાબ જેડા તથા ફૈજાન જામ હાજર હતા અને દુકાનમાં વીજ વપરાશ માટે મીટર છે કે કેમ ? તેમ પૂછતા નવાબ જેડા ઉસકેરાઈ ગયો હતો અને તેને પ્લાસ્ટિકના પાઇપ વડે વીજ કર્મચારી ને ખભા અને ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરી હતી તેમજ ફૈજાન જામે ફરિયાદી અને અન્ય વીજ કર્મચારીઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ હતા અને ત્યાર બાદ આ આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી અને આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા દ્વારા કરવામાં આવેલ દલીલ તથા હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મનીષભાઈ ઓઝા તથા મેનાઝબેન પરમાર રોકાયેલા હતા












Latest News