હળવદ તાલુકમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયરની ચોરીના ગુના 7 આરોપીની 6.25 લાખના મુદામાલ સાથે ધરપકડ મોરબીના શનાળા પાસે અકસ્માતમાં રાજકોટના મહિલા ઘાયલ : દાખલ મોરબીના મણિમંદિર ખાતે મંત્રી કાંતિભાઇ અમૃતિયાની હાજરીમાં કાલે જિલ્લાકક્ષાનો આશિર્વાદના દિવડા કાર્યક્રમ યોજાશે મોરબી જીલ્લામાં ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઈ શકશે નહીં: જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં કલેકટરે ITI ની લીધી મુલાકાત: તાલીમ પદ્ધતિ-સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મોરબીમાં યુવાનને સસ્તામાં કોપરનો ભંગાર દેવાનું કહીને 15.98 લાખની ઠગાઇના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 10.50 લાખની રિકવરી મોરબીના યુવાન સાથે શેર બજારમાં રોકાણના નામે 86.25 લાખની ઠગાઇના ગુનામાં મહેસાણા જિલ્લાના 3 શખ્સની ધરપકડ મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંક આપશે વ્યાજ વગરની લોન: ખેડૂતો ખુશખુશાલ


SHARE





મોરબી જિલ્લાના ખેડૂતોને પણ સહકારી બેંક આપશે વ્યાજ વગરની લોન: ખેડૂતો ખુશખુશાલ

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે અને સરકારી સહાયની રાહ જોઈને ખેડૂતો બેઠા છે તેવા સમયે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા રાજકોટ અને મોરબીના ખેડૂતોને લોન આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે જેથી કરીને મોરબી જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી છે

રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે સહકારી બેંક દ્રારા ૧ હજાર કરોડ લોન સહાયની જાહેરાત કરવામાં આવી છે અને આ લોન ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૧ વર્ષ માટે આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. જેથી કરીને આ બંને જિલ્લાના ખેડૂતોને વધારેમાં વધારે ૫૦ હજાર રૂપિયાની લોન મળશે. ત્યારે ચાલુ વર્ષે વધુ વરસાદના લીધે ખેડૂતોને મોટું નુકશાન થયેલ  છે તેવાં સમયે બેન્કના 2 લાખથી વધુ સભા સદોને મદદરૂપ થવાની ભાવના સાથે જયેશભાઇ રાદડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને મોરબી જિલ્લાના ખેડૂતોએ આવકારી છે અને ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાવી છે. ખાસ કરીને આ લોન લેવા માટે ખેડૂતોએ કોઇ જ પ્રકારની જામીન આપવાની રહેશે નહિ અને ખેડૂતોને ઝીરો ટકાથી લોન આપવાની છે જેથી ખેડૂતોને ફાયદો થશે.




Latest News