નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સામેથી દારૂની 200 બોટલ-96 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ


SHARE













મોરબીમાં ઘર સામેથી દારૂની 200 બોટલ-96 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર પગે અગેચાણિયા વાડી વિસ્તારમાં રહેતા શખ્સનાં ઘર સામે દારૂનો જથ્થો રાખ્યો હોવા અંગેની પોલીસને હકીકત મળી હતી જેના આધારે આરોપીના ઘર સામે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની નાની મોટી કુલ મળીને 200 બોટલો તેમજ 96 બિયરના ટીન મળી આવતા પોલીસે 86,360 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોય તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર અગેચાણિયા વાળી વિસ્તારમાં રહેતા રોહિત ઉર્ફે બલૂ અગેચાણીયાના રહેણાંક મકાન પાસે દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે રોહિત અગેચાણિયાના ઘર પાસે બાવળની જાળીમાંથી દારૂની મોટી 120 બોટલ તથા નાની 80 બોટલ અને બિયરના 96 ટીમ મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો 86,360 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોહીત ઉર્ફે બલૂ બાબુભાઈ અગેચાણીયા રહે. વીસીપરા અમરેલી રોડ અગેચાણિયા વાડી વિસ્તાર મોરબી વાળા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News