વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન માળિયા (મી)ના બગસરા ગામ પાસે પવનચક્કીમાંથી 78 હજારના વાયરની ચોરી મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે બોલાચાલીનો ખાર રાખીને પાંચ શખ્સોએ વૃધ્ધને માર માર્યો


SHARE









ટંકારા તાલુકાના સજનપર ગામે ગ્રામ પંચાયતની ઓફિસ પાછળના ભાગમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો અને હવે પછી મારા ભાઈ કે પરિવાર વિશે કંઈ બોલ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા વૃધ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા હરજીભાઈ લીંબાભાઇ બરાસરા (69) એ હાલમાં અશોકભાઈ પ્રભુભાઈ બરાસરા, વિનોદભાઈ પ્રભુભાઈ બરાસરા, ભરતભાઈ પ્રભુભાઈ બરાસરા, પાર્થ અશોકભાઈ બરાસરા અને મિલન અશોકભાઈ બરાસરા રહે. બધા સજનપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ત્રણ ચાર દિવસ પહેલા વિનોદ બરાસરા સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને વિનોદ બરાસરાએ ગાળો આપી હતી અને ફરિયાદીને પકડી રાખ્યા હતા ત્યારે અશોક બરાસરા અને ભરત બરાસરાએ લાકડાના ધોકા વડે આડેધડ માર મારીને વૃદ્ધને શરીરે ઇજાઓ કરી હતી અને ત્યારબાદ પાર્થ બરાસરા અને મિલન બરાસરાએ ત્યાં આવીને માર માર્યો હતો આમ પાંચ શખ્સો દ્વારા વૃદ્ધને માર મારવામાં આવતા ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે લઇ આવ્યા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News