ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન


SHARE











મોરબી જિલ્લામાં આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આજે બપોરના ચારેક વાગ્યાથી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદર ઉપર પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો હતો ખાસ કરીને દરિયા કાંઠે આવેલા મીઠાના અગરોમાં કમોસમી વરસાદ પડવાના કારણે અગરિયાઓએ મહામહેનતે પકાવેલ મીઠાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી દરમિયાન આજે વહેલી સવારે ચારેક વાગ્યાથી મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ટંકારા, હળવદ, મોરબી સહિતના જુદા-જુદા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વહેલી સવારે પડ્યો હતો. ત્યારબાદ સવારે તડકો નીકળ્યો હતો જો કે બપોરના ચારેક વાગ્યાની અરસામાં ફરી પાછો મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં ચોમાસાની જેમ કાળા ડિબાગ વાદળો જોવા મળતા હતા તેની સાથોસાથ ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો હતો.

ખાસ કરીને મોરબી જિલ્લાના માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકામાં આવેલ નવલખીન દરિયામાં પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો હતો તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં જે વર્ષમેડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરની અંદર અગરિયાઓ દ્વારા મહામહેનતે મીઠાનો પાક તૈયાર કરવામાં આવ્યો હતો જો કે, ઉનાળામાં વરસાદ આવશે તેવી મીઠાના અગરીયાઓ કે ઉદ્યોગકારોને કલ્પના પણ ન હોય પરંતુ હાલમાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરમાં તથા મીઠાના પાકમાં નુકસાની થયેલ છે.

આ ઉપરાંત ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતો હોવાના કારણે જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં હાઇવે રોડ ઉપર આવેલા હોર્ડિંગ બોર્ડ પણ તૂટી પડ્યા હતા અને કેટલાક તોતિંગ વૃક્ષો પણ જમીનદોસ્ત થયા હતા આ ઉપરાંત ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને પોતાના ખેતરની અંદર ઘઉં સહિતના પાક લીધા છે અને પાકને લણવામાં આવે ત્યારે પહેલા કેટલીક જગ્યાએ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો પાકનો કોળિયો છીનવાઈ જાય તેવો ઘાટ હાલમાં સર્જાયો છે






Latest News