મોરબીમાં કોલેજે જવા નીકળ્યા બાદ નવા બસ સ્ટેશન ખાતેથી યુવતી ગુમ મોરબીના નવા ધરમપુર ગામે પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત: શરીર ઉપર મારના નિશાન જોવા મળતા ફેરેન્સિક રિપોર્ટની જોવાતી રાહ મોરબી અને હળવદમાં પાંચ બાઈકની ચોરી કરનાર આરોપી જેલ હવાલે મોરબીમાં ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું મોરબીના ગાળા નજીક ટ્રક કન્ટેનર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં યુવાનું મોત: ગુનો નોંધાયો મોરબીની ત્રાજપર ચોકડી નજીક ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબીમાં ક્લોકના કારખાનામાં બીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત મોરબીમાં પાર્સલોમાંથી સોની કંપનીની ગેમિંગ આઈટમ-એપલ એરપોર્ડ કાઢી લઈને ડિલિવરી બોયે ફ્લિપકાર્ટ સાથે કરી 1.23 લાખની છેતરપિંડી
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામ પાસે બાઈક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE





























મોરબીના બહાદુરગઢ ગામ પાસે બાઈક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા પાસે ગઈકાલે બપોરના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ ગોજારા અકસ્માતમાં યુવાનનું મોત થયુ હતુ અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લાવવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલ મોરબી તાલુકાના નાગડાવાસ ગામે ખોડીયાર મંદિરની પાસે રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ઉંબેર ગામે રહેતો નિલેશ કોયાભાઈ ડીંડોલ (ઉમર ૨૧) નામનો યુવાન ગઈકાલ તા.૧૭ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેનું બાઇક લઈને મોરબી-માળિયા હાઇવે ઉપરથી જતો હતો.ત્યારે ત્યાં બહાદુરગઢ ગામના પાટીયા પાસે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધું હતું.આ અકસ્માત બનાવમાં માથા તથા શરીરે થયેલ ગંભીર ઇજાઓના પગલે નિલેશભાઈ ડીંડોલ નામના ૨૧ વર્ષીય અપરણિત ખેત મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે મૃતદેહને અત્રેની સિવિલ ખાતે લાવવામાં આવતા અને બનાવની જાણ તાલુકા પોલીસમાં કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બનાવની નોંધ કરીને અકસ્માત સર્જીને ભાગી છુટેલા વાહન ચાલકને પકડવા પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના અમરેલી ગામ પાસે જુની આરટીઓ કચેરી પાસે રહેતા મીનાબેન ભલાભાઇ નાયક નામની ૨૦ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની દવા પી ગયા હતા.જેથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા હાલ બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના સરાયા ગામે તા.૧૬ ના સાંજના છએક વાગ્યાના અરસામાં સરાયા ગામના બસ સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સરાયાના રહેવાસી નયુમભાઈ મુસાભાઇ વિકીયા નામના ૨૪ વર્ષના યુવાનને ઇજાઓ થતા અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાંથી યાદી આવતાં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરી આ અંગે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબી નજીકના રાજપર ગામે રહેતો દર્શીલ રાજેશભાઈ મારવાણીયા નામનો ૧૪ વર્ષનો બાળક ઘરેથી સાયકલ લઈને દુકાને વસ્તુ લેવા માટે જતો હતો.ત્યારે રસ્તામાં સાઇકલમાંથી પડી જતા ડાબા હાથના ભાગે ઇજા પામેલ હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ નોંધ કરીને તપાસ શરૂ કરી હતી.
















Latest News