મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ  દ્વારા બીરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ મોરબીની ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે નવા ત્રણ ઓવરબ્રિજ બનાવવાની તૈયારી શરૂ ટંકારાના લજાઈ ગામે ઘર પાસે પાર્ક કરેલ રિક્ષાની ચોરી મોરબીમાંથી દેશી તમંચા અને કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેરના કેરાળા નજીક ભેંસ સાથે ડબલ સવારી બાઇક અથડાતાં વૃદ્ધનું મોત, એક સારવારમાં વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં વાવ પેટા ચૂંટણી-મહરાષ્ટ્રમાં ભાજપના વિજયની ઉજવણી કરાઇ  
Breaking news
Morbi Today

મોરબીમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ ઉપર વાહન વ્યવહાર કરાયો બંધ 


SHARE





























મોરબીમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ પર વાહન વ્યવહાર કરાયો બંધ 

મોરબી શહેરમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી રોડ) નવો બનાવવાનો હોવાથી આ રોડ પર વાહન વ્યવહારને પ્રતિબંધિત કરી આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હાલમાં જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જે વૈકલ્પિક વ્યવસ્થા બતાવવામાં આવી છે તેમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર માટે પૂનમ કેસેટથી વિજય ટોકીઝ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ મચ્છીપીઠ રોડ ઉપરથી આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકશે., ટુ વ્હીલર ફોર વ્હીલર માટે પૂનમ કેસેટથી વિજય ટોકીઝથી જુના બસ સ્ટેન્ડ થઈ અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન થઈ જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકાશે., ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિજય ટોકિઝ થઈ સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈ નવાડેલા રોડ પરથી જુના બસ સ્ટેન્ડ તરફ જઈ મચ્છીપીઠ રોડ તથા અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન તરફથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ પર જઈ શકાશે. અને હાલમાં જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે આગામી તા 11 ડિસેમ્બર સુધી અથવા કામગીરી વહેલી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

મોરબીમાં સંકલનની બેઠક મળશે

મોરબી જિલ્લા સંકલન અને સહ ફરિયાદ સમિતિની નવેમ્બર માસની બેઠક આગામી તા 22/11 ના રોજ યોજાનાર હતી. અનિવાર્ય કારણોસર આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે અનુસાર જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હવે 29/11 ના રોજ યોજાશે. અન્ય તમામ વિગતો યથાવત રહેશે તેવું નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવ્યું છે.


















Latest News